GSTV

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું બ્લોક, કહ્યું મંત્રીએ પોલિસીનું કર્યું ઉલ્લંઘન

Last Updated on June 25, 2021 by pratik shah

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ભારત સરકારની વચ્ચે ચાલી રહેલો વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું ટ્વિટરે તેમનું એકાઉન્ટ અંદાજીત એક કલાક સુધી લોક કરી દીધું હતું, અને હવે ટ્વિટર એકાઉન્ટ ફરીથી એક્સેસ આપી દીધું છે. કેન્દ્રીયમંત્રીએ આ બાબત પરTwitter પર લખ્યું કે Twitterના આ પગલાં પાછળ અમેરીકાની ડિજીટીલ મિલેનીયમ કોપીરાઈટ એક્ટ(DMCA)ને કારણ ગણાવ્યું છે.

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ટ્વિટરની આ કાર્યવાહી સૂચના નિયમ 2021( ઈંટરમીડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ)ના નિયમ 4(8)નું ઉંલ્લઘન છે. જેમાં તેમણે એકાઉન્ટનું એક્સેસ હટાવવા પહેલા કોઈ નોટીસ આપી નહોંતી.ટ્વીટર અને સરકાર વચ્ચે વિવાદો હવે નવી બાબત નથી ત્યાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. આજે ટ્વીટરની પોલિસીનો ભોગ મોદી સરકારના મંત્રી બન્યા છે.

કાયદામંત્રી રિવશંકર પ્રસાદે એકાઉન્ટ લોક થયાનો અને ફરીથી એક્સેસ મળ્યાનો સ્ક્રિન શોટ ટ્વિટર પર શેર કર્યા છે. એકાઉન્ટ લોક કરવા પર મળેલી નોટિસમાં લખેલું છે કે તમારા એકાઉન્ટને લોક કરવામાં આવ્યું છે.

કારણકે ટ્વિટરે તમારા એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલા કંટેટ પર ડિજીટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટની ફરીયાદ મળી છે. ડીએમસીએ અંતર્ગત કોપીરાઈટના દાવા કરવાવાળા ટ્વિટરને નોટીફાઈ કરી શકે છે, તે યૂઝરના તેમના કોપીરાઈટ કામોનું સંદતર રીતે ઉલ્લંઘન કર્યું છે. આ નોટીસ મળવા પર ટ્વિટર સંબધિત કંટેટને હટાવશે.

બીજી તરફ ટ્વિટરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમે કોપીરાઈટ નિયમોનું પાલન કરવા કટીબદ્ધ છીએ, અને વાંરવાર નિયમોનું ઉંલ્લંઘન કરનારનું એકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી શકીએ છીએ.રવિશંકરે કહ્યું કે તે વાત સ્પષ્ટ છે કે ટ્વિટરની મનમાની અંગે મારી નિવેદનો અને તેમાં પણ ખાસ કરીને ટીવી ચેનલના મારા ઇન્ટરવ્યૂઝની ક્લિપ્સ શેર થવાથી ટ્વિટર અકળાયું છે. કાયદામંત્રીરવિશંકર પ્રસાદે પ્રહાર કરતા કહ્યું કે ટ્વિટરના આ પગલાથી સંકેત મળ્યો છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પીચના હિમાયતી નથી. જેનો તેઓ દાવો કરે છે.. તેઓ માત્ર પોતાનો એજન્ડા ચલાવવામાં રૂચી ધરાવે છે. પ્રસાદે ચેતવણી આપી કે કોઇ પણ પ્લેટફોર્મ હોય.. કોઇ ફરક પડતો નથી.. તેમણે નવા આઇટી નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. તેના પર કોઇ સમજૂતી નહીં થાય..

READ ALSO

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!