GSTV
Auto & Tech Business News Trending World

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

દુનિયાના પ્રખ્યાત ઉદ્યોપતિ એલન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદવાની વાતે ફરીથી તુલ પકડ્યું છે. ટ્વીટરે એક ટ્વીટ કર્યું છે, જેમાં પુષ્ટિ કરી છે કે એલન મસ્ક ટ્વીટર ખરીદવાનો ઈરાદો રાખે છે અને તેમણે આ માટે કાયદાકીય લડાઈ ખતમ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.

હકીકતમાં, એલન મસ્કે સોદામાંથી ખસવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેઓ કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. જો કે હવે તેમણે ફરીથી ટ્વીટર ખરીદવાની રજૂઆત કરી જ્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આ ડીલ પૂરી થઈ શકે છે.

ટ્વિટરને મોકલ્યો પત્ર

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ કમીશનની સાથે ટ્વિટરને એક લેટર મોકલ્યો છે. જેમાં ટ્વિટરને કરારનું સન્માન કરવા માટે કહેવામાં આવ્યું છે. પાછલા એપ્રિલમાં હસ્તાક્ષર કરાયેલા સોદામાંથી ટેસ્લા પ્રમુખ પાછળ હટી ગયા હતા જ્યાર બાદ ટ્વિટર અને મસ્ક વચ્ચે ઘણી નિવેદનબાજી જોવા મળી.

બાદમાં બંન્ને કાયદાકીય પેચમાં ફસાઈ ગયા. સોશિયલ મીડિયા સાઈટ પર મસ્કના અધિપત્યને લઈને ઘણી ચર્ચા પણ થઈ. ઘણા લોકોએ એ ચિંતા વ્યક્ત કરી કે માઈક્રો બ્લૉગિંગ સાઈટ પર ખોટી સૂચનાઓ વધારે વધી શકે છે. કેટલાક લોકોને ટ્વિટર પર રોકવામાં પણ આવે શકે છે.

ટ્વિટરે કરી પુષ્ટિ

મસ્ક દ્વારા યૂ-ટર્ન લીધા બાદથી ટ્વિટરના શેર મૂલ્યમાં તેજી જોવા મળી. એસઈસી સાથે મોકલાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે મસ્ક અને પાર્ટીઓ લેણદેણને ક્લોઝ કરવા માટે આગળ વધવા માંગે છે. ટ્વિટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમને મસ્કનો લેટર મળ્યો છે.

ટ્વિટરે કહ્યું કે તેઓ $54.20 પ્રતિ શેરની સહેમત કિંમતે ખરીદ સોદાને ક્લોઝ કરવાનો ઈરાદો રાખે છે. મસ્કના પત્રમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં એ પણ સામેલ છે કે કોર્ટમાં તેમના વિરૂદ્ધ કેસમાં કાર્યવાહી રોકી દેવામાં આવે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ડીલ થઈ શકે છે.

READ ALSO

Related posts

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel

વોશિંગ્ટન / પાકિસ્તાની દૂતાવાસ બહાર 26/11ના મુંબઈ હુમલાના વિરોધમાં પ્રદર્શન, 166 લોકોએ ગુમાવ્યો હતો જીવ

Kaushal Pancholi

ધોધ પાસે સેલ્ફી લેતી વખતે અકસ્માત, લપસી જવાથી મદરેસાની 4 વિદ્યાર્થીનીઓના મોત

Padma Patel
GSTV