GSTV
News World ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ Elon Muskનું થયું Twitter, 44 બિલિયન ડોલરમાં વેચાઈ ગઈ કંપની

એલોન

ટેસ્લાના સીઈઓ Elon Musk ટ્વિટરને લગભગ $44 બિલિયનમાં હસ્તગત કરવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ટ્વિટરે પુષ્ટિ કરી છે કે તે 44 બિલિયન ડોલરના સોદામાં અબજોપતિ ઉદ્યોગસાહસિક ઈલોન મસ્કને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેચી રહ્યું છે. મસ્કએ સંપાદનની જાહેરાત કરતા સંયુક્ત પ્રકાશનમાં જણાવ્યું હતું કે મુક્ત ભાષણ એ કાર્યકારી લોકશાહીનો પાયાનો પથ્થર છે અને ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભાવિ માટે મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા થાય છે.

ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે એક ટ્વિટમાં કહ્યું કે ટ્વિટરનો એક હેતુ અને સુસંગતતા છે જે સમગ્ર વિશ્વને અસર કરે છે. અમારી ટીમો પર ઊંડો ગર્વ છે અને કામથી પ્રેરિત છે જે ક્યારેય વધુ મહત્વપૂર્ણ રહ્યું નથી.

ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવાના પ્રયાસના ભાગરૂપે સોમવારે વહેલી સવારે ટ્વિટરના બોર્ડ સાથે વાટાઘાટો કરી હતી. મસ્કએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેણે ટ્વિટરને US $46.5 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી, ત્યારબાદ તે કંપની પર સોદો કરવા દબાણ કરી રહ્યો છે. નોંધપાત્ર રીતે, 14 એપ્રિલે, મસ્કે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. મસ્કે કહ્યું છે કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર જીવી રહ્યું છે.

તાજેતરમાં, મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો લીધો હતો. આ પછી ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે કહ્યું હતું કે, ઈલોન મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટના બોર્ડમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.

તા. ૧૪ એપ્રિલના રોજ મસ્કે ટ્વીટર ખરીદવા માટે ૫૪.૨૦ ડોલરના ભાવે એક શેર મળી ૪૧.૪૯ અબજ ડોલરના ભાવે બધા જ શેર ખરીદવા માટે ઓફર કરી હતી. આ ભાવ ટ્વીટરના વર્તમાન બજાર મુલ્ય ૩૪.૯૪ અબજ ડોલર કરતા ઘણો વધારે છે. અગાઉ, ટેસ્લાના સ્થાપક અને રોડથી અવકાશ સુધીના વિવિધ બિઝનેસમાં રોકાણ ધરાવતા ઈલોન મસ્કે માઈકો બ્લોગીંગ સેવા ટ્વીટરમાં ૯.૨ ટકા હિસ્સો ખરીદેલો છે. મસ્કે પોતાની ઓફરની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું કે આ તેમની અંતિમ ઓફર છે અને જો તે સ્વીકારવામાં નહી આવે તો પોતે પોતાના વર્તમાન બધા જ શેર બજારમાં વેચશે. મસ્કની ૯.૨ ટકા શેર ખરીદવાની જાહેરાત પછી તેને બોર્ડમાં સભ્ય બનાવવા અંગે વિરોધ થયો હતો એટલે મસ્કે આખી જ કંપની ખરીદી લેવાની જાહેરાત કરી હોવાની પણ બજારમાં ચર્ચા ચાલી રહી છે. બોર્ડના સભ્યો અને શેરહોલ્ડર વચ્ચે કંપનીના મૂલ્ય કરતા મહત્વની ચર્ચા એ છે કે મસ્કનું ભવિષ્યનું આયોજન શું છે? અમેરિકન પબ્લિક લીસ્ટેડ કંપની જો ડીલીસ્ટ કરી ખાનગી કરવામાં આવે તો શેરહોલ્ડર્સને અને વાણી સ્વતંત્રતા ઉપર તરાપ પણ ગણવામાં આવી શકે છે. મસ્કે કંપની ખરીદવા માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી લીધી હોવાની અને ૪૬ અબજ ડોલર સુધીનું ફન્ડિંગ મેળવી લીધું હોવાની જાહેરાત પણ તા.૨૦ એપ્રિલે કરી હતી. કંપની ગુરુવારે પોતાના માર્ચ ક્વાર્ટરના પરિણામ પણ જાહેર કરવાની છે.

રોડથી અવકાશ સુધી મસ્કનું સામ્રાજ્ય

ઈલોન મસ્ક માત્ર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ નથી પણ ૩૦૦ અબજની સંપત્તિ સાથે પોતાનું સામ્રાજ્ય સતત વિસ્તરી રહ્યા છે. સૌથી આધુનિક ઇલેક્ટ્રિક મોટરકાર બનાવતી કંપની ટેસ્લાના સ્થાપક મસ્કના ધંધાના હિતો અને રોકાણ રોડથી લઇ અવકાશ સુધી વિસ્તરેલા છે. અહી એમના સામ્રાજ્યની એક ઝલક આપી છે તેમાં તેમણે રોકાણ કર્યું છે અને તેના બિઝનેસના વિસ્તારથી પોતે જંગી આવક રળવાની નેમ ધરાવે છે.

twitter

ન્યુરોલીંક : કોમ્પ્યુટર અને માનવીના મગજને જોડી શકે એવી પ્રોડક્ટ અને ટેકનોલોજીના રીસર્ચ ક્ષેત્રે કામ કરી રહેલી આ કંપનીમાં મસ્કે ૨૦૧૬માં રોકાણ કર્યું હતું.

સ્પેસએક્સ : ખાનગી રોકેટ સંસ્થા છે જે લોકોને સ્પેસ ટ્રાવેલ કરાવશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં મંગળ ઉપર ઉતરાણની તૈયારી કરી રહ્યા છે.

બોરિંગ કંપની : રસ્તા ઉપર માલ પરિવહન માટે ટનલ બનાવવા માટે કામ કરી રહી છે.

ટેસ્લા : વિશ્વની સૌથી મુલ્યવાન ઓટોમોબાઈલ કંપની

પે પાલ : પેમેન્ટ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત કંપની

વીકારીયસ : આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક્સ ક્ષેત્રની કંપની

Read Also

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી 

pratikshah

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV