GSTV

Twitter ના CEOનો વાર્ષિક પગાર 97 રૂપિયા છે, જાણો કેમ?

દુનિયાની સૌથી મોટી અને દિગ્ગજ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ 2018માં કેટલી સેલરી લીધી છે તે જાણી તમે દંગ રહી જશો. વાસ્તવમાં તેમણે પૂરા વર્ષ માત્ર 1.40 ડૉલર એટલે કે 97 રૂપિયાની સેલરી લીધી છે. એટલું જ નહીં તેમણે વર્ષ 2015માં સીઈઓ બન્યા બાદ પહેલી વખત સેલરી લીધી છે. એટલે કે એ પહેલા તેમણે કોઈ પણ પ્રકારની સેલરી નથી લીધી.

કંપનીએ યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને જણાવ્યું કે, ટ્વીટર ઈંકના સીઈઓ જૈક ડોર્સીએ વર્ષ 2018માં 1.40 ડૉલર એટલે કે માત્ર 97 રૂપિયા પગાર લીધો છે. ડોર્સી ટ્વીટરના કો-ફાઊન્ડર પણ છે. કંપનીના શરૂઆતના સમયમાં પણ તેઓ બે વર્ષ સુધી સીઈઓ હતા. પણ 2008માં તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2015માં ફરી તેઓ ટ્વીટરના પ્રમુખ બન્યા. એ પછી 2015,2016 અને 2017માં કંપની તરફથી કોઈ બેનિફિટ નથી મળ્યો. એમ પણ કહી શકાય કે તેમણે કોઈ પણ પ્રકારનો બેનિફીટ નથી લીધો.

આ સિવાય તેમણે મોબાઈલ પેમેન્ટ કંપની સ્કવાયર પાસેથી પણ વાર્ષિક 2.75 ડૉલરની સેલરી લીધી છે. ડિસેમ્બર 2018માં ડોર્સીએ સ્ક્વાયરના પોતાના 17 લાખ શેર પણ વેચી દીધા હતા. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે શેર વેચવાથી તેમને લગભગ 8 કરોડ ડૉલરનો ફાયદો થઈ હતો. હાલ પગાર ન લેતા હોવા છતાં તેમની ઈન્કમ 4.7 અરબ ડૉલર છે. જેમાં લગભગ 3.9 અરબ ડૉલરની કિંમતના સ્કવાયરના 6.1 કરોડ શેર પણ સામેલ છે. ટ્વીટરના પણ ડોર્સી પાસે 60 કરોડ શેર છે. જેના શેર તેમણે કોઈને નથી વેચ્યા. જ્યારે ટ્વીટરના બીજા કો-ફાઉન્ડર ઈવાન વિલિયમ્સે એપ્રિલ 2018માં અત્યાર સુધીમાં ટ્વીટરના 50 ટકા શેર વેચ્યા છે અથવા તો દાન કર્યા છે.

જો કે ડોર્સી કોઈ એક માત્ર એવા વ્યક્તિ નથી જે સેલરી નથી લેતા. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ઓરેકલના લૈરી એલિસન અને ગૂગલના લેરી પેજ અને સર્જે બ્રિન પણ વર્ષમાં માત્ર એક ડૉલર સેલરી લે છે. વર્ષ 2012માં માર્ક ઝુકરબર્ગની વાર્ષિક સેલરી અને બોનસના રૂપમાં 7.70 લાખ ડૉલર લીધા હતા. હવે તેઓ સૌથી ઓછું વેતન લેનારા કર્મચારી છે.

શા માટે લે છે 1 ડૉલર સેલરી ?

અમેરિકાની ધિકતી કંપનીઓના માલિકોમાં 1 ડૉલર પગાર લેવાનો રિવાજ ચાલી નીકળ્યો છે. અસલમાં અન્ય રીતે કે પછી શેરથી એટલી ઈન્કમ મળી રહે છે કે પગાર ન લઈને કર્મચારીઓમાં તેઓ સારો સંદેશો ફેલાવે છે. જેથી પ્રતિકાત્મક રૂપથી તેઓ 1 ડૉલર સેલરી લે છે. 19મી સદીમાં જ્યારે જંગનો માહોલ હતો ત્યારે પણ અમેરિકાની કેટલીક પ્રમુખ કંપનીઓના સીઈઓ 1 ડૉલર સેલરી લેતા હતા. એટલે આ કંઈ નવું નથી.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!