GSTV
Home » News » ટ્વિટરના CEOએ સંસદીય સમક્ષ હાજર થવા સત્તાવાર પત્ર મોકલ્યો

ટ્વિટરના CEOએ સંસદીય સમક્ષ હાજર થવા સત્તાવાર પત્ર મોકલ્યો

સોશિયલ મીડિયામાં નાગરિકોના અધિકારીની રક્ષા કરવાનાં મુદ્દે સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના CEO સહિત અન્ય અધિકારીઓનો સંસદીય સમક્ષ હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેમણે હાજર થવાનો ઇનકાર કર્યો હતો, એમ સૂત્રોએ આજે કહ્યું હતું. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના નેતૃતવ હેઠળની સંસદીય સમિતિએ ટ્વિટરને પહેલી ફેબુ્રઆરીએ સત્તાવાર પત્ર મોકલ્યો હતો.

સાતમી ફેબુ્રઆરીએ સંસદીય સમિતિની બેઠક મળવાની હતી પરંતુ ટ્વિટરના વડા અને તેમના વરિષ્ઠ અધિકારીઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે વધુ સમય આપ્યો હતો અને  હવે ૧૧ ફેબુ્રઆરીએ સમિતિની બેઠક મળશે. ટ્વિટરે દિલ્હી પહોંચવા માટે દસ દિવસનો સમય આપ્યો હોવા છતાં તેમણે હાજર નહીં થઇ શકવા માટે ટુંકા સમયની નોટીસનું બહાનું કાઢ્યું હતું.

પહેલી ફેબુ્રઆરીએ સંસદની આઇટી સમિતિ દ્વારા મોકલેલા પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ‘નોંધ કરશો કે ટ્વિટરના વડાને સમિતિ સમક્ષ હાજર થવું પડશે’. ત્યાર પછી સંસદીય સમિતિને સાત ફેબ્રુઆરીએ ટ્વિટરને કાયદાકીય, નીતીગત, વિશ્વાસ અને સુરક્ષા વિભાગના  વૈશ્વિક વડા વિયજ ગડ્ડે તરફથી એક પત્ર મળ્યો હતો.ભારતમાં  ટ્વિટર ઇન્ડિયા માટે  કામ કરનાર કોઇ પણ વ્યક્તિ ભારતમાં સામગ્રી અને એકાઉન્ટ્સ સાથે જોડાયેલા અમારા નિયમોના સબંધમાં કોઇ પ્રભાવી નિર્ણય નથી કરી શકતો.

સંસદની આઇટી સમિતિ સમક્ષ ટ્વિટરનું પ્રતિનિધીત્વ કરવા કોઇ જુનિયર કક્ષાના અધિકારીને મોકલવાની વાત સાંસદોને ગળે ઉતરતી નથી ખાસ તો એટલા માટે કે તેમની પાસે નિણર્ય લેવાની કોઇ સત્તા હોતી નથી. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ભારતમાં લોકોની ડેટાની સુરક્ષા અને સોશિયલ  મીડિયા મંચો દ્વારા ચૂંટણીમાં દખલગીરી કરવાની ચિંતા વધતી જઇ રહી છે.

Related posts

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!