GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ઓ બાપ રે આને કહેવાય દાન, દુનિયાના અરબપતિએ કોરોના સામે લડવા 28 ટકા સંપત્તિ કરી દીધી દાન

શ્વ આખું કોરોના વાયરસ સામે લડી રહ્યુ છે ત્યારે Twitter ના ફાઉન્ડર સીઈઓ જૈક ડોર્સી (Jack Dorsey)એ કોરોના વાયરસ સામે લડવા માટે 1 બિલિયન ડોલર ( લગભગ 76.13 અરબ રૂપિયા ) ફંડ આપવાની જાહેરાત કરી છે. આ રૂપિયા ટ્વિટરની નેટવર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO જૈક ડોર્સી (Jack Dorsey)એ કહ્યું કે Squaire માં રોકેલા તમામ 1 બિલિયન ડોલરની ઇક્વિટીને તેઓ ચેરીટીબલ ફંડમાં દાન કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે આ ફંડ Start Small LLC ને વૈશ્વિક કોવિડ -19 રાહત ફંડના રૃપમાં આપી રહ્યા છે.

ડોનેશન તેમના નેટવર્થનું 28 ટકા

Squaire એવી કંપની છે જેના કો ફાઉન્ડર Jack Dorsey છે. તેમણે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તેમણે એ પણ કહ્યું છે કે આ ડોનેશન તેમના નેટવર્થની 28 ટકા બરાબર છે દુનિયાભરમાં કોરોનાથી લડવા માટે કોઈ એક વ્યક્તિ દ્વારા કરાયેલું આ સૌથી મોટું ડોનેશન ( દાન) છે. જેફ બેજોસની વાત કરવામાં આવે તો તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓએ 100 મિલિયન ડોલર અમેરિકી ફૂડ બેંકમાં દાન કર્યું છે.

ફંડ ડોનેશનને પબ્લિકલી ટ્રેક પણ કરી શકાશે

Bloomberg Billionaires Index મુજબ ટ્વિટર અને સ્ક્વોયર ના સહભાગીદાર જેક ડોર્સીની નેટવર્થ 3.9બિલિયન ડોલર છે. હાલમાં જૈક ડોર્સીએ એ સ્પષ્ટ નથી કહ્યું કે આ ફંડ કોરોના વિરુદ્ધ જંગ લડવા કોને આપવામાં આવશે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે આ ટ્રાન્સપરન્ટ રીતે કામ કરશે. આ ટ્વિટ સાથે તેમણએ એક ગૂગલ ડોક્યુમેન્ટ પણ એટેચ કર્યું છે. આ ડોક્યુમેન્ટ સાથે તેઓ ઈચ્છે છે કે તેમના દ્વારા કરવામાં આવેલા ફંડ ડોનેશનને પબ્લિકલી ટ્રેક પણ કરી શકાશે. સામાન્ય રીતે લિમિટેડ કંપની અર્થાત LLC જેના દ્વારા તેઓ દાન કરવા ઈચ્છે તે તેમાં પૂરેપૂરી ટ્રાન્સપરન્સીને લઈને સમસ્યા આવતી હતી એટલા માટે તેમણે આ ડિટેલ્સ શેર કરી છે.

READ ALSO

Related posts

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi

મેયર બીજલ પટેલે માસ્ક ન પહેરતા શહેરીજનોએ ઉઠાવ્યા સવાલ, શું AMC કાર્યવાહી કરશે કે નહીં

pratik shah

દેશમાં લોકડાઉન 5.0 કેવું રહેશે ? વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે હાઈલેવલની બેઠક, થઈ આ ચર્ચા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!