GSTV

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Last Updated on September 24, 2021 by Pritesh Mehta

કેન્દ્ર સરકારે આજે દિલ્હી હાઈકોર્ટને જાણકારી આપી છે કે માઇક્રોબ્લોગિંગ સાઈટ Twitterએ નવા IT નિયમો હેઠળ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCSO), સ્થાનિક ફરિયાદ અધિકારી (RGO) અને નોડલ સંપર્ક અધિકારીની નિમણૂક કરી છે.

Twitter

Twitter દાખલ કર્યું સોગંદનામું

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સંક્ષિપ્ત સોગંદનામામાં કોર્ટને જણાવ્યું, ‘Twitterએ જણાવ્યું છે કે આ કર્મચારીઓ (સીસીઓ, નોડલ સંપર્ક અધિકારીઓ અને RGO) ને કંપનીના કર્મચારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, નહીં કે કેઝ્યુઅલ કર્મચારીઓ તરીકે.

Twitterએ કરી અધિકારીઓની ભરતી

મંત્રાલયે જાણકારી આપી છે કે Twitterએ આ અધિકારીઓ અને તેમની પોસ્ટના નામ આપ્યા છે. ટ્વિટરના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે તેમની નોકરીઓ 4 ઓગસ્ટ, 2021 થી શરૂ થઈ છે. પુરાવા તરીકે સોગંદનામા સાથે તેમના બિડાણો પણ જોડવામાં આવ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે 10 ઓગસ્ટના રોજ કેન્દ્રને ટ્વિટરના સોગંદનામાના જવાબમાં ટૂંકું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયમાં સાયબર લો ગ્રુપમાં સાયન્ટિસ્ટ-ઇ તરીકે કાર્યરત એન એસ બાલને સોગંદનામામાં જણાવ્યું હતું કે હું સ્વીકારું છું કે ટ્વિટરે IT નિયમો 2021 નું પાલન કરીને કર્મચારીઓની નિમણૂક કરી છે.

કેન્દ્રએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે IT નિયમો 2021 દેશમાં અમલમાં એક કાયદો છે અને ટ્વિટરે કોઈપણ ભોગે IT નિયમોનું પાલન કરવું પડશે. પાલન ન કરવું એ આઇટી નિયમોની જોગવાઇઓનું ઉલ્લંઘન છે, જે આઇટી એક્ટ, 2000 ની કલમ 79 (1) હેઠળ ટ્વિટરને આપવામાં આવેલી સુરક્ષાને ખતમ કરે છે.

જણાવી દઈએ કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા આઇટી નિયમોનું પાલન ન કરવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી કરી રહેલી જસ્ટિસ રેખા પલ્લી આ મામલે 5 ઓક્ટોબરે સુનાવણી કરવાના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!