GSTV

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

સંદીપ શર્મા અને જેસન હોલ્ડર સહિતના બોલર્સે કમાલ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે પાંચ વિકેટથી વિજય હાંસલ કર્યો હતો. આ વિજય સાથે આ વખતની આઇપીએલ એકદમ રોમાંચક બની ગઈ છે. આગામી બે દિવસમાં રમાનારી બાકીની મેચોમાંથી હજી ત્રણ ટીમને પ્લે ઓફ માટે ક્વોલિફાઈ થવાનું છે. હૈદરાબાદ આ સાથે ચોથા ક્રમે આવી ગયું છે.

આસાનીથી પર કર્યો 120નો લક્ષ્યાંક

શનિવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે માંડ 120 રન નોંધાવ્યા હતા. હૈદરાબાદને આ ટારગેટ વટાવવામાં સાવ આસાની તો રહી ન હતી કેમ કે તેણે પણ વિકેટો ગુમાવી હતી તેમ છતાં અંતે સનરાઇઝર્સે 14.1 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 121 રન કરીને મેચ જીતી લીધી હતી.

બેટધરોની શાનદાર બેટિંગ

હૈદરાબાદ માટે રિદ્ધિમાન સહાએ 32 બોલમાં 39 રન ફટકાર્યા હતા તો મનીષ પાંડેએ 26 રન ફટકાર્યા હતા. અંત ભાગમાં જેસન હોલ્ડરે કમાલની બેટિંગ કરીને દસ બોલમાં અણનમ 26 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.

બોલર્સના પ્રતાપે બેંગ્લોરનો ધબડકો

અગાઉ બેંગલોરનો ધબડકો થયો હતો. ફિલિપેએ 32 રન ફટકાર્યા હતા તો તેનો સાથી ઓપનર દેવદત્ત પડ્ડિકલ માત્ર પાંચ અને કેપ્ટન વિરાટ કોહલી સાત રન કરી શક્યા હતા. ડી વિલિયર્સે 24 બોલમાં 24 રન ફટકાર્યા હતા પરંતુ તે તેની પ્રતિષ્ઠાને અનુરૂપ બેટિંગ કરી શક્યો ન હતો. સંદીપ શર્મા અને હોલ્ડરે બે બે વિકેટ લીધી હતી તો બાકીના તમામ બોલરે કમસે કમ એક વિકેટ જરૂર લીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!