GSTV

ઉનાળામાં અહી જોવા મળે છે હજારો જુડવા લોકોની ભીડ..

વિશ્વભરના લોકો નવા વર્ષ, ક્રિસમસ, વેલેન્ટાઇન ડે જેવા ઘણા વિવિધ તહેવારો ઉજવે છે. પરંતુ, બહુ થોડા લોકો જાણે છે કે ટ્વિન્સ ડે પણ ઉજવે છે. હા, તે સાચું છે. ટ્વિન્સબર્ગ નામનું એક શહેર પણ છે, જ્યાં હજારો સંખ્યામાં ટ્વીન બાળકો ભેગા થાય છે, અને ટ્વિન્સ-ડે ઉજવે છે. આ તહેવારમાં હજારો ભાઈઓ અને બહેનો એક સમાન દેખાય છે અને તેઓ તે દિવસનો આનંદ માણે છે.જોડિયાઓ આ ઉનાળા દરમિયાન સૌથી વધારે ભેગા થાય છે. જ્યારે 2019 ટ્વિન્સ-ડે ફેસ્ટિવલને સત્તાવાર રીતે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

જ્યારે 2019નાં આ વર્ષના ઑગસ્ટમાં ટ્વિન્સ-ડે માટે હજારો જુડવા ભાઈ-બહેનો ઓહિયોનાં ક્લિવલેન્ડથી 25 માઇલ દૂર સ્થિત ટ્વિન્સબર્ગમાં આવી પહોંચશે. આ દિવસની ખાસ વાત એ છે કે થૅંક્સગિવિંગ અને ક્રિસમસ જેવા ઉત્સવની જેમ પણ ટ્વિન્સ ડે પર પણ રજા હોય છે.

જ્યારે આ દિવસે પણ ખાસ વાત એ પણ છે કે આ પ્રસંગે સહભાગીઓને તેમના મનપસંદ ડ્રેસ પહેરવાની તક મળે છે. ટ્વિન્સ-ડેના દિવસે અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં ટ્વિન્સ હરીફાઈ, પ્રતિભાનો પ્રભાવ અને ‘ડબલ-લેક પરેડ’ નો સમાવેશ થાય છે. ટ્વિન્સ ડે ફેસ્ટિવલ 2 થી 4 ઑગસ્ટ સુધી ચાલે છે.

READ ALSO

Related posts

એક એવો નેતા જેને અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી

Mansi Patel

ઝઘડિયા/ ગુમાનદેવ મંદિરના મહંતે 50 લોકોના ટોળા વિરુધ્ધ નોંધાવી લૂંટ-ફાટની ફરિયાદ- પાંચ લાખથી વધુની મત્તાની ભીડે ચલાવી લૂંટ

pratik shah

Video: મેચ દરમિયાન કોહલીએ અનુષ્કાને પૂછ્યુ “બાબુને ખાના ખાયા?”, મળ્યો આવો ક્યૂટ રિપ્લાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!