અક્ષય કુમારની વાઇફ twinkle khannaની બે વખત થઇ હતી સગાઇ, માત્ર બે કલાકમાં થઈ ગયા હતા લગ્ન

આજે ટ્વીંકલ ખન્નાનો 29મો જન્મદિવસ છે. બોલિવુડમાં ગોવિંદા અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યા બાદ ટ્વીંકલના ખિસ્સામાં કોઇ બિગ બેનર અને બિગ બજેટની ફિલ્મ ન આવી એટલે અક્ષય કુમાર સાથે વિવાહ કરી તેણે પોતાની ફિલ્મી કરિયરને આવજો કરી દીધું. પણ લાંબા સમય બાદ ટ્વીંકલ પરત ફરી અને તેણે રાઇટીંગના ક્ષેત્રમાં જંપ લાવ્યું. બે બુક્સ ટ્વીંકલ લખી ચૂકી છે. મિસ્ટર ફની બોન્સ અને લેજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ. તેની સેન્સ ઓફ હ્યુમરનો પરચો તો અખબારી કોલમોમાં જ મળી ગયો હતો.

લવ સ્ટોરીની શરૂઆત

અક્ષય અને ટ્વીંકલની પહેલી મુલાકાત મુંબઈમાં ફિલ્મફેર મેગેઝીનના શૂટિંગ દરમિયાન થઇ હતી. એ સમયે અક્ષય ટ્વીંકલ પર ફિદા થઇ ગયા હતા. અક્ષયે ફિલ્મફેરના ઈન્ટરવ્યૂમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂ બાદ અક્ષય અને ટ્વીંકલની ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીની શૂટિંગની શરૂઆત થઈ. બંન્ને વચ્ચે પ્રેમ પાંગરી ગયો.

બે વખત થઇ સગાઈ

ટ્વીંકલ અને અક્ષયના લગ્ન 2001માં થયા હતા. એક ઇવેન્ટમાં ટ્વીંકલે જણાવ્યું કે તેમની અને અક્ષયની સગાઇ બે વખત થઈ હતી. પહેલી વખત તેમની સગાઇ કોઈ કારણોસર તૂટી ગઈ હતી. ટ્વીંકલે જણાવ્યું કે અક્ષય સાથે 7 જાન્યુઆરી 2001માં 50 લોકોની હાજરીમાં તેમના લગ્ન થઇ ગયા હતા. પણ આ લગ્નને પરિવારના લોકોએ એટલી જલ્દી મંજૂરી નહોતી આપી. ટ્વીંકલની માતાને જ્યારે આ વિશે ખબર પડી તો તે ખૂબ ખફા થઇ. બાદમાં તે અક્ષયને મળી અને આ લગ્નની પરવાનગી આપી. ટ્વીંકલના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તેણે 14 ફિલ્મો કરી છે. અગાઉ કહ્યું તેમ તે સારી અભિનેત્રી ક્યારે પણ નહોતી પણ સારી લેખિકા અચૂક છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter