અમદાવાદના અસારવા ઝોનમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાર્ડ મળ્યા. ચામુંડા રેલવે ઓવરબિજની નીચે વસવાટ કરતા શ્રમજીવી પરિવારોને પહેલી વખત નવા બારકોડ રેશનકાર્ડ મળ્યા. આ શ્રમિકોને અનાજ મળી રહે તે માટે આ આખા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમા 60 થી વધુ ઝૂંપડાવાસીઓને ઘર આંગણે જ બારકોડવાળા રેશન કાર્ડ આપવામાં આવ્યા.

અમદાવાદ શહેરના પુરવઠા વિભાગના મદદનીશ નિયામક રવિન્દ્ર સોલંકી, ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુક્ત ઉપક્રમે આ શ્રમિક પરિવારનો રેશનકાર્ડ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરાયો. આજે બે દાયકાઓ બાદ આ કેમ્પ દ્વારા શ્રમિકોને પોતાનો હક મળ્યો હતો.

રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા અનેક ગરીબ લોકોને સહાય આપવામા આવી હતી. કોરોનાની આ બંને લહેરોમા ગરીબ લોકોને મફતમા અનાજ પૂરુ પાડવામા આવ્યું હતું. કોરોનાકાળની શરૂઆત થતા જ લોકો બેરોજગારી અને ભૂખના કારણે બૂમો પડતા હતા. મળતી માહિતી મુજબ વર્ષ 2020માં 3 કરોડ 24 લાખ લોકો મફત અનાજ લેતા હતા ત્યારે હાલ તે આંક વધીને હવે 3 કરોડ 41 લાખ થયો હતો.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ