GSTV

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ખાદીની ખરીદી પર મળશે 20% વળતર

Last Updated on September 26, 2019 by Mansi Patel

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે આ વર્ષે 2 ઓકટોબર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે. ખાદી ખરીદી પ્રત્યે આકર્ષણ તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા પરિવારોને વધુ રોજગારી મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2019-20ના નાણાંકીય વર્ષમાં 19 હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળશે. ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી સંસ્થાઓ અને મંડળીઓએ ગ્રાહકોને 20 ટકાનું વળતર આપવાનું રહેશે.

એટલું જ નહિ આવી સંસ્થાઓને જે રકમ મળે તેમાંથી 5 ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 165 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. 136 કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ હોમ લોન માટે અપ્લાય કરી રહ્યાં હોય તો પહેલા જાણી લો આ ટિપ્સ, નહીંતર ભરાઇ જશો

Bansari

Travel / હાઈ સ્પીડ ટ્રેનના યુગમાં આ યુવાને કરી 2800 કિલોમીટરની પગપાળા સફર

Lalit Khambhayata

નોકરી / આ બેન્કમાં થઈ રહી છે ભરતી, જોબ મેળવવા માટે આ રીતે કરો એપ્લાય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!