પાકિસ્તાની પત્રકારે Tweetમાં મસૂદ અઝહરની તુલના દલાઈ લામા સાથે કરતા લોકોમાં તેનો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રયાસમાં ચીન ફરી એક વખત આડખીલીરુપ બન્યુ હતું. એક પાકિસ્તાની પત્રકારે આ અંગે ટ્વિટ કરીને મસૂદ અઝહરની તુલના દલાઈ લામા સાથે કરી હતી જેથી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના પ્રસ્તાવને મંજૂર કરાવવામાં ચીન ફરી એક વખત આડખીલીરુપ બન્યુ હતું.

ચીને અઝહરનો બચાવ કરીને આ કેસનો ઉકેલ વાતચીત દ્વારા મેળવવાનો મત રજૂ કર્યો હતો. પાકિસ્તાની ટેલિવિઝન પત્રકાર હામિદ મીરે ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’માં એક ખબર આપી હતી જેમાં ચીનનો હવાલો આપીને દલાઈ લામાને આતંકી દર્શાવ્યા હતા.

હામિદ મીરે લખ્યુ હતું કે, ‘આ સમજવું ખૂબ આસાન છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની તરફેણમાં શા માટે નથી. ભારતે અનેક દશકાઓથી ચીનના દુશ્મનને આશરો આપેલો છે જેનું નામ દલાઈ લામા છે.’ હામિદની આ ટ્વિટનો અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ પત્રકારને મૂર્ખ ગણાવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter