GSTV

યોગી સરકાર ખૂદને બંધારણથી ઉપર સમજે છે

Last Updated on March 8, 2020 by Mayur

લખનૌમાં તોફાની તત્વોના પોસ્ટર જાહેરમાં લગાવવા મુદ્દે અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને ફટકાર લગાવ્યા બાદ પ્રિયંકા ગાંધીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારના વડા અને તેમના અધિકારીઓ પોતાને બંધારણથી ઉપર સમજે છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારનું વલણ એવું છે કે સરકારના વડા અને તેના નક્શે કદમ પર ચાલનારા અધિકારી પોતાને બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણથી ઉપર સમજે છે. પરંતુ હાઇકોર્ટે સરકારને જણાવ્યું છે કે તમે બંધારણથી ઉપર નથી. તમારી જવાબદારી નક્કી થશે.

યોગી સરકારની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તોફાની તત્વોના પોસ્ટર્સ લગાવવા બદલ અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે લખનૌના પોલિસ કમિશનર તેમજ જિલ્લા અધિકારીને ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકાર પર તીખી ટિપ્પણી કરતા પૂછ્યું કે સરકારે ક્યા નિયમોના આધારે આ પોસ્ટર લગાવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે સાર્વજનિક સ્થળો પર સંબંધિત વ્યક્તિની મંજૂરી વગર તેમનો ફોટો કે પોસ્ટર લગાવવું એ રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. આ સ્પષ્ટપણે જે-તે નાગરિકોનું અપમાન છે.

Poster

નક્કી કર્યા સમયે દંડ ન ભર્યો તો સંપત્તિ જપ્ત

મહત્વનું છે કે નાગરિકતા કાયદો લાગુ થયા બાદ 19 ડિસેમ્બરે લખનૌમાં થયેલા પ્રદર્શનમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા 57 લોકોની તસવીર. તેમના નામ અને સરનામા સહિત તંત્રએ જાહેર કરી દીધી છે. આ મામલે ડીએમ અભિષેક પ્રકાશે કહ્યું કે જો નક્કી કરેલા સમયે આ લોકોએ દંડ ન ભર્યો તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તંત્રએ હસનગંજ, હજરતગંજ, કેસરબાગ અને ઠાકુરગંજ વિસ્તારમાં 57 લોકો પાસેથી કુલ 88.62 લાખ રૂપિયાની વસુલાત કરી હોવાની વાત પણ કરી છે.

READ ALSO

Related posts

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

pratik shah

‘બાળકોને સ્કૂલે મોકલવાનું ફરમાન ન કરી શકે’, સુપ્રીમ કોર્ટે દિલ્હીના વિદ્યાર્થીની અરજી ફગાવી

Pritesh Mehta

કોરોના વેક્સીનની નિકાસ આપણી પોતાની જરૂરિયાતો પૂરી થયા પછી જ કરવામાં આવશે : આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!