GSTV

મોદી સરકારને ઝટકો : કોરોનામાં જીએસટી કલેક્શનની આવકને ફટકો, એક લાખ કરોડે ના પહોંચ્યું

કોરોના કટોકટી અને લોકડાઉનના લીધે સર્જાયેલી પરિસ્થિતિથી ગુડ્સ અને સર્વિસ ટેક્સ પેટે સરકારની કમાણી સતત ઘટી રહી છે જેના કારણ સરકાર સામે આર્થિક સંકટ ઉભું થવાની ચિંતા છે. આજે રેવન્યૂ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં જીએસટી ક્લેક્શન ઘટીને રૂ. 87,422 કરોડ રહ્યું છે જે જૂનમાં થયેલી રૂ. 90,917 કરોડની આવક કરતા ઓછું છે. જ્યારે વર્ષ પૂર્વે જુલાઇ 2019માં જીએસટી ક્લેક્શન રૂ. 1.02 લાખ કરોડ રહ્યું હતું.

GST પેટે 87, 442 કરોડની કમાણી

રેવન્યૂ વિભાગના આંકડા મુજબ સરકારે જીએસટી પેટે કૂલ રૂ. 87,422 કરોડની કમાણી થઇ છે. જેમાંથી સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) પેટે રૂ. 16,147 કરોડ અને સ્ટેટ જીએસટી (એસજીએસટી) પેટે રૂ. 21,418 કરોડ, આઇજીએસટી હેઠળ રૂ. 42,592 કરોડ (જેમાં રૂ. 20,324 કરોડ ગુડ્સની આયાતમાંથી પ્રાપ્ત થયા) અને કોમ્પનસેશન સેશ પેટે રૂ. 7265 કરોડ પ્રાપ્ત થયા છે.

નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્યોને જીએસટીની કેટલી રકમ મળી?

IGST ના નિયમિત સેટલમેન્ટથી સરકારને 23,320 કરોડ રૂપિયાનું સીજીએસટી અને 18,838 કરોડ રૂપિયાના આઇજીએસટી સેટલ કરવામાં આવ્યા છે. જુલાઇ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રાપ્ત થયેલી કુલ જીએસટી આવક અનુક્રમે 39,467 કરોડ રૂપિયા અને 40,256 કરોડ રૂપિયા રહી છે.. જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ 14 ટકા ઘટી છે. આવી રીતે ગુડ્સથી થનાર જીએસટી કમાણી 84 ટકા અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનથી થનાર આવક 96 ટકા છે.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!