Tvsનું નવું સ્કૂટર : Activaને પણ આપશે ટક્કર, 1 લિટરમાં દોડશે 62 કિલોમીટર

દેશમાં જેમ- જેમ તહેવારોની સિઝન નજીક આવે છે. વાહન કંપનીઓ જોરોશોરોથી તૈયારીમાં લાગી ગઈ છે. કેટલાક કંપનીઓએ પોતાના નવા વાહનો માર્કેટમાં લૉન્ચ કર્યા છે, તો કેટલાક અપડેટ કરીને લૉન્ચ કરવામાં આવે છે. હાલમાં ટીવીએસએ પોતાના વીગો સ્કૂટરને અપગ્રેડે કરીને માર્કેટમાં લૉન્ચ કર્યુ છે.

આ નવા સ્કૂટરને પહેલાથી વધુ સ્ટાઇલિશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કંપનીએ નવા ટીવીએસને ગ્રાફિક્સ ડિઝાઇન સાથે ડ્યૂઅલ ટોન કલરમાં ગ્રાહકો સામે રજૂ કર્યુ છે. કંપનીએ આ નવા વીગોને રેડ, બ્લેક, ગ્રે અને બ્લુ કલર જેવા ઘણા રંગોમાં ઉપલબ્ધ કરાયેલ છે.

સ્કૂટરમાં ફિચર્સની વાત કરવામાં આવે તો

તેમાં સીટને પહેલાની સરખામણીએ કંઇક વધુ સ્ટાઇલિશ બનાવવામાં આવી છે. નવા વીગોના સીટમાં લાલ રંગની સ્ટિચિંગ આપવામાં આવી છે. જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. સ્કૂટરના વ્હીલ પણ કંપનીએ એકદમ નવી રીતથી ડિઝાઇન કર્યું છે. આ સ્કૂટરના અન્ય ફિચર્સ જેવાકે સંપૂર્ણ મેટલ બોડી, ડિજિટલ ઇન્સ્ટન્ટમેંટ કન્સોલ, 12 ઇંચના એલોય વ્હીલસ, ટ્યુબલેસ ટાયર, એલઇડી ટેલ લેમ્પ, વગેરેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

જોકે કંપનીએ આ નવા વીગોમાં પહેલાની જેમ જ તેમાં 110 સીસીનું ફોર સ્ટ્રોક એન્જિન આપ્યું છે. જે 8 પીએસના પાવર સાથે 8.4 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. વીગો સ્કૂટરની માઇલેજની વાત કરવામાં આવે તો તે 62 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપવાની સાથે સાથે હોન્ડાનાં સ્કૂટરોને ટક્કર આપે છે.કિંમતની વાત કરીએ તો કંપનીએ વીગોના અપગ્રેડ વર્ઝનને રૂ. 53,027ની કિંમતમાં લૉન્ચ કર્યું છે.

તાજેતરમાં દેશમાં વધતા જતા પેટ્રોલના ભાવથી છુટકારો આપવા માટે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની ઓકીનાવાએ પોતાના રિઝ + ઇલેક્ટ્રિક સ્કૂટરને લૉન્ચ કરી દીધા છે. ઓકીનાવા રીજ + ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ ડિટેજેબલ લિથિયમ-આયન બેટરી આપી છે. આ બેટરીની ખાસ વાત એ છે કે તમે તેને બહાર કાઢીને પણ ચાર્જ કરી શકો છો.

પાવરની વાત કરવામાં આવે તો તેમાં 800 વોટ બીએલડીસી (બીએલડીસી) મોટર લાગવવામાં આવી છે. લૉન્ચ થયેલ આ સ્કૂટરની ટોપ સ્પીડ 55 કિલોમીટર પ્રતિ કલાક છે. કંપનીનો દાવો છે કે તમે આ સ્કૂટરને એક વખત ચાર્જ કરીને 120 કિમી સુધી ચાલાવી શકો છો.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter