GSTV
Home » News » બજારમાં આવ્યો TVS Star City+નો નવો અવતાર, જાણો શું છે કિંમત અને ફિચર્સ 

બજારમાં આવ્યો TVS Star City+નો નવો અવતાર, જાણો શું છે કિંમત અને ફિચર્સ

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને TVS મોટર કંપનીએ તેની લોકપ્રિય 110cc કોમ્યુટર બાઇક TVS Star City+નું નવું ડ્યુઅલ-ટોન મોડલ લૉન્ચ કર્યું છે. આ બાઇકની આખી બોડીમાં સ્ટાઈલિસ રેડ-બ્લેક-વાઈટ ગ્રાફિક્સની સાથે નવા ડ્યૂઅલ-ટોન ગ્રે-બ્લેક કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત Star City+નું નવું ડ્યુઅલ-ટોન મોડલ બ્લેક-રેડ, બ્લેક-બ્લુ અને રેડ-બ્લેક કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. કંપનીએ તેની ભારતમાં રૂ. 52,907માં રાખી છે.

મિકેનિકલના વાત કરવામાં આવે તો 2018 TVS Star City+માં કોઈ ફેરફાર કર્યા નથી. આ બાઇકમાં કંપનીનું ‘ઇકોથોર્સ્ટ’ 110 સીસી સિંગલ સિલિન્ડર, ફેર-સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન @7,000 rpm પર 8.4PS ની પાવર અને @ 5,000rpm 8.7 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 4 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

આ બાઇક ઉપરાંત કંપની દ્વારા આ બાઈકમાં સિંક્રનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્નોલૉજી (એસબીટી) પણ આપવામાં આવી છે. આ સિસ્ટમ એક સાથે ફ્રંટ અને રિયર બંને બ્રેકિંગ પ્રોવાઈડ કરે છે. આ સિસ્ટમના કારણે ઉત્તમ બ્રેકિંગ નિયંત્રણ મળે છે અને લપસી જવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ સિસ્ટમ બંને વ્હીલ્સ માટે ડ્રમ બ્રેક્સનો ઉપયોગ કરે છે.

 

 

Related posts

કોરોના વાયરસની ઝપટમાં આવ્યું ચિકન માર્કેટ, છેલ્લા એક મહિનામાં 70 ટકા સસ્તૂ થયું ચિકન

Pravin Makwana

હેવી વર્કઆઉટ કરતી જોવા મળી આ સુંદર અભિનેત્રી, વીડિયો જોઈ ફેન્સે આપ્યા જોરદાર રિએક્શન

Ankita Trada

IND vs NZ: બીજી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને મળી મોટી રાહત, ફિટ થયો વિરાટ સેનાનો આ સ્ટાર ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!