GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઈથેનોલથી ચાલનારી દેશની પહેલી મોટરસાયકલ લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

TVS મોટર કંપનીએ ઈથેનોલથી ચાલનારી મોટરસાયકલ અપાચે આરટીઆર 200 એફઆઈ ઈ 100 રજૂ કરી છે. જેની કિંમત 1.2 લાખ રૂપિયા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છેકે, મોટરસાયકલનાં આ નવા મૉડલને શરૂઆતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવાં શેરડીનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં રજૂ કરાશે.

આ મોટર સાયકલને લોન્ચ કરતાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ હતુકે, હાલના સમયમાં દેશમાં એક પણ ઈથેનોલ પંપ નથી. પરંતુ તેઓ પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલયને કહેશેકે દેશમાં ઈથેનોલ પંપ પણ ખોલવામાં આવે. ટીવીએસ અપાચે કંપનીની પ્રમુખ બ્રાંડ છે.  કંપની દુનિયાભરમાં અત્યાર સુધીમાં 35 લાખથી વધુ અપાચે વેચી ચૂકી છે.

આ અવસરે ટીવીએસ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસ કહ્યુ હતુકે, દ્વીચક્રી વાહન ઉદ્યોગ ગ્રીન અને ટકાઉ યાતાયાત સોલ્યુશન તરફ વધી રહ્યો છે. તેમાં ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ અને અન્ય વૈકલ્પિક ઈંધણ વિકલ્પો પર જોર આપવામાં આવી રહ્યુ છે. કંપનીનું માનવું છેકે, ઈથેનોલ આધારિત ઉત્પાદનો અમારા ગ્રાહકો માટે મહત્વનાં વિકલ્પ હશે.

READ ALSO

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!