GSTV

TVSની બાઇક કે સ્કૂટર પર 13000 રૂપિયા બચાવવાની શાનદાર તક, ચાલી રહી છે ‘મહા ધમાકા’ ઑફર

ટૂવ્હીલર કંપની TVS મહા ધમાકા ઑફર લઇને આવી છે. ઑફરમાં TVSની મનપસંદ બાઇક અને સ્કૂટર ખરીદવા પર તમે 13000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ઑફર સિમિત BS4 સ્ટૉક પર ઉપલબ્ધ છે. તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો તમે હાલ TVSનું BS 4 ટુવ્હીલર ખરીદો તો BS 6 મોડેલ્સની તુલનામાં 8000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે.

શું છે મહા ધમાકા ઑફર

મહા ધમાકા ઑફર અંતર્ગત TVS Jupiter, Ntorq, pep + તથા ઝેસ્ટ સ્કૂટર્સ અને Radeon, સ્ટારસિટી, સ્પોર્ટ તથા વિક્ટર બાઇક્સના BS 4 મોડલ્સ પર 2000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સિલેક્ટેડ ટુવ્હીલર્સ પર 5000 રૂપિયા સુધીનો એક્સચેન્જ બેનેફિટ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે ઑફર અંતર્ગત એકવારમાં એકથી વધુ સ્કીમનો લાભ નહી મેળવી શકાય.

આ રીતે કરો બચત

આ સ્કીમ અંતર્ગત 2000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને BS6 મોડેલ્સની તુલનામાં 8000 રૂપિયાની બચત કરી શકાય છે. TVS Jupiter દેશનું બીજું સૌથી વધુ વેચાતુ સ્કૂટર છે. તાજેતરમાં જ કંપનીએ તેને અપડેટ કરતાં BS6 એન્જિન સાથે લૉન્ચ કર્યુ હતુ. તેના BS 4 મોડેલમાં કંપનીએ 100.7ccની ક્ષમતા ધરાવતા એન્જિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ સ્કૂટર 60 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપે છે. તેની કિંમત 55,121 રૂપિયાથી લઇને 67,911 રૂપિયાની વચ્ચે છે.

TVS Sport

સાથે જ TVS Sport પણ દેશભરમાં પોતાની ખાસ માઇલેજ માટે ફેમસ છે. કંપનીનો દાવો છે કે આ બાઇક ઑન રોડ 75 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. તાજેતરમાં જ તેનું નામ એશિયા બુક ઑફ રેકોર્ડમાં સામેલ થયું હતુ. આ બાઇકમા કંપનીએ 100ccની ક્ષમતાના એન્જિનનો પ્રયોગ કર્યો છે. તેની શરૂઆતની કિંમત 51,700 રૂપિયા છે. આ બાઇક શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે.

TVS Radeon

TVS Radeon પણ ખૂબ જ લોકપ્રિય બાઇક છે. ઘરેલૂ બજારમાં આ બાઇક સીધી Hero Splendorને ટક્કર આપે છે. આ બાઇકમાં કંપનીએ 109.7 ccની ક્ષમતા ધરાવતા એન્જિનનો પ્રયોગ કર્યો છે. જે 8.4 PSનો પાવર અને 8.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. સામાન્ય રીતે આ બાઇક આશરે 60થી 65 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. તેની કિંમત 51,915 રૂપિયાથી લઇને 65,067 રૂપિયા સુધી છે.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!