GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બજાજનાં ચેતકને ટક્કર આપવા TVSએ લોન્ચ કર્યુ પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર,જાણો શું છે કિંમત

બજાજ બાદ, હવે ટીવીએસ મોટરએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં શનિવારે ટીવીએસએ ઇ-સ્કૂટર લોન્ચ કર્યું હતું. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકને ટક્કર આપશે. ઉલ્લેખનીય છેકે, 14 જાન્યુઆરીએ બજાજ ઓટોએ તેના લોકપ્રિય “ચેતક” સ્કૂટરનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું હતું.

TVS સ્કૂટરની વિશેષતા

આ ઇ-સ્કૂટર ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિકમાં 4.4 કેવીની ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. તે 78 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. તો સાથેજ, એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, તેને 75 કિ.મી. સુધી લઈ જઈ શકાય છે. આ સ્કૂટર શૂન્યથી 40 કિલોમીટરની ગતિ 4.2 સેકન્ડમાં જ પકડી શકે છે. આ મોડેલમાં ટીવીએસ સ્માર્ટએક્સનેક્ટ પ્લેટફોર્મ છે, જેમાં જિઓ ફેન્સીંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન વગેરે જેવી ઘણી સુવિધાઓ છે.

ભાવ શું છે

કિંમતની વાત કરીએ તો, તે કર્ણાટકમાં 1.15 લાખ રૂપિયામાં ખરીદી શકાશે, તેનું સૌથી પહેલા વેચાણ બેંગાલુરુમાં કરવામાં આવશે. આ પછી તેને દેશના અન્ય શહેરોમાં પણ વેચવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે દર મહિને માત્ર 1000 યુનિટ્સનું ઉત્પાદન કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ટીવીએસ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસન ટીવીએસ ઇ-સ્કૂટરના લોકાર્પણ દરમિયાન હાજર રહ્યા હતા.

બજાજ ચેતક સાથે ટક્કર

ભારતીય બજારમાં તેની મુખ્યત્વે બજાજ ચેતક ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા થવાની અપેક્ષા છે. બજાજ ઓટોના ચેતક સ્કૂટર વિશે વાત કરવામાં આવે તો તે બે વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે – ઇકો અને સ્પોર્ટ મોડ. કંપની ઇકો મોડમાં 95 કિ.મી.ની રેન્જ આપશે, જ્યારે સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિ.મી.ની રેન્જ આપશે. સેફ્ટીની દ્રષ્ટિએ ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ થશે. તેમાં એક વિશાળ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ હશે જે સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે બ્લૂટુથ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરશે. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 1 લાખ રૂપિયા છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં આ બેન્કે ગ્રાહકોને આપ્યો ઝટકો, બચત ખાતા પર આજથી મળશે ઓછુ વ્યાજ

Ankita Trada

કોરોના રોકવા 4 મોડેલ શહેરોની કરાઈ ઓળખ, એક પણ ભાજપ શાસિત રાજ્યનું નથી

Mansi Patel

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક 21 લાખને પાર જશે, દર 13 દિવસે ડબલ થઇ રહ્યાં છે કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!