GSTV

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Last Updated on June 15, 2021 by Harshad Patel

જો તમે તમારા માટે એક સારા વ્હિકલની શોધમાં છો તો તમારી પાસે શાનદાર તક છે. જેમાં તમે પોપ્યુલર સ્પોટ બાઈક Apache RTR200 ને 10 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. એમાં ઓનલાઈન બુકિંગ પર TVS Motors તરફથી 5 ટકા સુધી અથવા વધુમાં 5 હજાર રૂપિયા સુધીનું કેસબેક આપી રહ્યા છે. આ સિવાય તેમાં ફાઈનાન્સ સ્કિમ હેઠળ 10 હજાર રૂપિયા સુધીનું કેસબેક આપવામાં આવી રહ્યું છે.

આવું છે એનું એન્જિન

Apache RTR 200 બાઈકમાં બીએસ6 કમ્પિયન્ટ 197.75 સીસીની કેપીસિટીનું ઓઈલ કૂલ્ડ ફ્યૂલ ઈંજેક્ટેક એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 20.54BHPનો દમદાર પાવર અને 17.25NM નો ટોર્ક જનરેટ કરે છએ. ડબલ ક્રેડલ સ્પલિટી ફ્રેમ પર બેસ્ડ આ બાઈક પોતાના દમદાર પરફોમન્સ માટે ખૂબજ પ્રખ્યાત છે. તેનું એન્જિન 5 સ્પીડ ગેરબોક્સ સાથે આવે છે.

ભારતીય બજારમાં આ બાઈક 4 જુદા જુદા મોડલમાં ઉપલબ્ધ

ભારતીય બજારમાં આ બાઈક 4 જુદા જુદા મોડલમાં ઉપલબ્ધ છે. જે સિંગલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને ડ઼્યુઅલ ચેનલ એબીએસ સાથે આવે છે. આ સિવાય તેના સાઈડ પ્રોફાઈલમાં એટ્રેક્ટિવ હાઈલાઈટ્સ સાથે સ્પ્લિટ ટાઈમ સીટ્સ અને ગ્રેબ રેલ હેન્ડલ આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં એલઈડી લાઈટ્સ અને ફૂલી ડિજીટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં મોબાઈલ કનેક્ટિવિટી અને ગ્લાઈડ થ્રૂ ટેકનોલોજી જેવા ફિચર્સ તેને સુંદર બનાવે છે.

આવી છે બ્રેકિંગ સિસ્ટમ

અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં ફ્રંટમાં ટેલેસ્કોપિક ફોર્ક અને રિયરમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો તેમાં ફ્રંટમાં 270મિમીની સિંગલ વેબી ડિસ્ક બ્રેક અને રિયર વ્હિલમાં 240 મિમી. ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ બાઈક સિંગલ ચેન અને ડ્યુઅલ ચેન સાથે આવે છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો TVS Apache RTR 200 4V ની બેઝિક કિંમત 1.29 લાખ રૂપિયાથી લઈને 1.34 લાખ સુધીની હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!