ટીવી પરના સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લેખકોની ટીમના એક લેખક અભિષેક મકવાણાએ આત્મ હત્યા કરી લીધી છે. આ સાથે અભિષેકે સૂસાઇડ નોટ પણ મૂકી હતી જેમાં તેમણે આર્થિક સંકટમા હોવાનું કારણ પણ દર્શાવ્યું હતું.
તારક મહેતા સિરિયલ 12 વર્ષથી ધૂમ મચાવી રહી છે અને અભિષેક મકવાણા આ સિરિયલ સાથે ઘણા સમયથી સંકળાયેલા હતા. અભિષેકે ગયા સપ્તાહે આત્મ હત્યા કરી હતી અને તેના પરિવારજનોએ એવો આરોપ મૂક્યો છે કે તે સાઇબર છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.

તેના પરિવારજનોએ એક અંગ્રેજી અખબારને કહ્યું હતું કે તે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યો હતો એટલું જ નહીં પરંતુ તેના મોત બાદ પણ તેને બ્લેકમેલ કરનારાના ફોન આવતા રહેતા હતા અને પૈસા પરત આપી દેવાની માગણી કરતા હતા. અભિષેકે તેમને લોનમાં ગેરન્ટર બનાવ્યા હતા.
અભિષેક મકવાણા 27મી નવેમ્બરે કાંદીવલી ખાતેના તેના નિવાસમાં મરેલી હાલતમાં મળી આવ્યો હતો.
37 વર્ષના અભિષેકે સુસાઈડ નોટમાં આર્થિક મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે. અભિષેકના પરિવારના સભ્યો એન મિત્રોનો આરોપ છે કે તેના મોત બાદ તેની સાથે છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યા હતા.
ચારકોપ પોલીસે કહ્યું હતું કે, સુસાઈડ નોટ ગુજરાતીમાં લખવામાં આવી છે. અભિષેકે સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાથી અંગત જીવન તથા આર્થિક સમસ્યાનો સામનો કરતો હતો. તેણે પરિવારની માફી માગી હતી. તેણે પરિસ્થિતિ સામે લડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હારી ગયો.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….