GSTV
Home » News » હવે મોટા ટીવીના ભાવ થશે મોંઘા, જલદી કરો ખરીદવું હોય તો

હવે મોટા ટીવીના ભાવ થશે મોંઘા, જલદી કરો ખરીદવું હોય તો

ડોલરના મુકાબલે રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ અસરને ઓછી કરવા માટે ટેલિવિઝન કંપનીઓ આવતા મહિનાથી 32 ઈંચ અથવા તેનાથી મોટા ટીવીનો ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. ટીવી પ્રોડક્ટ્સની કિંમતમાં પાંચ ટકા વૃદ્ધિનો વિચાર કરી રહી છે તો સોની અને પેનાસોનિક પણ સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ દરમિયાન જીએસટીના ભાવમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકને પહોંચાડવા માટે કંપનીઓએ 27 ઈંચ (68 સેન્ટીમીટર) ટીવીના ભાવમાં આઠ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. હાયરની યોજના ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી પોતાના ટીવીમાં ભાવ વધારો કરવાનો છે કારણકે તેમાં લાગતી પેનલના ઉંચા ભાવની અસરને ઓછી કરી શકાય.

હાયર ઈન્ડિયાના અધ્યક્ષ એરિક બ્રિગેન્ઝાએ કહ્યું કે અમે ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી ચારથી પાંચ ટકા કિંમત વધારવાનો વિચાર કરી રહ્યાં છીએ. ડોલર મજબૂત થવાથી 30થી 40 ઈંચના ટીવી પેનલની કિંમત પણ વધી છે. આ ઉપરાંત પેનાસોનિક પણ ટૂંક સમયમાં જ પોતાના ટીવીની કિંમત વધારી શકે છે

Related posts

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!