GSTV

હૈદરાબાદ એન્કાઉન્ટર: TVની આ સંસ્કારી બહૂએ પોલીસને ગણાવી ‘સિંઘમ’, આ સેલેબ્સે પણ કરી પ્રશંસા

Last Updated on December 6, 2019 by Bansari

હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર સાથે હેવાનિયત આચરનાર ચાર આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ ઘટનામાં સામાન્ય લોકોથી લઇને ટીવી સેલેબ્સ સુધી સૌકોઇ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ મામલે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સંસ્કારી બહૂ  અક્ષરાનું પાત્ર ભજવનારી હિના ખાને પણ રિએક્શન આપ્યુ છે.

હિનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આઇપીએસ વીસી સજ્જનારને સિંઘમ કહ્યા છે અને પીડિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. જણાવી દઇએ કે આ એન્કાઉન્ટર તે સમયે થયું જ્યારે શુક્રવારે સવારે પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઇ હતી. પોલીસે જણાવ્યા અનુસાર, આ દરમિયાન ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો જે બાદ પોલીસે કાર્યવાહી કરી.

હૈદરાબાદની ઘટનાથી દેશભરમાં રોષનો માહોલ હતો. અપરાધીઓનાં એન્કાઉન્ટર બાદ મોટાભાગના લોકો ખુશ છે. જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં જ તેલંગાણાની ડોક્ટરનું કેટલાંક લોકોએ અપહરણ કર્યુ હતું અને પછી ગેંગરેપ કરીને તેને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટના બાદ સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્રિટીઝે પણ પ્રતિક્રિયા આપી હતી. બોલીવુડની સાથે હવે ટીવી સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

હિના ખાને ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યુ, આઇપીએસ વીસી સજ્જનર સિંઘમ છે અને પીડિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છુ.

ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવે લખ્યું કે, ચાર ઠાર કરાયા, હજુ ઘણાં થશે.

કામ્યા પંજાબીએ ટ્વિટ કર્યુ કે, તેલંગાણા પોલીસે સારુ કામ કર્યુ. ન્યાય મળ્યો.

ધ કપિલ શર્મા શૉની કલાકાર સુમોના ચક્રવર્તીએ એન્કાઉન્ટરની ખબર સેર કરતાં લખ્યુ, આ કારણે તેલંગાણા પોલીસને સેલ્યુટ.

બિગ બૉસના કન્ટેસ્ટન્ટ રહેલા સબ્યસાચી સતપથીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ, Woke up to this news … #justiceserved, Now Rest in Peace Priyanka…

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!