GSTV

ઘરવાળાઓએ આ વાત પર કર્યો ખેસારીની નાકમાં દમ, કેમેરા પર માંગી માફી

Last Updated on November 18, 2019 by

બિગ બોસના ઘરમાં મોટા મોટા ઝધડાઓ સાથે સાથે મસ્તી મજાક પણ ખૂબ થાય છે. કંટેસ્ટેન્ટ એક બીજાની ખેચાઈ કરતા જોવા મળે છે, ડાંસ કરે છે, નકલ ઉતારે છે.. કુલ મળીને ખૂબ મજા કરે છે. આજના એપિસોડમાં ઘરમાં કઈક એવો જ માહોલ જોવા મળશે જ્યારે ઘરવાળાના નિશાના પર આવશે ખેસારી લાલ યાદવ. કલર્સે અપકમિંગ એપિસોડનો એક નાનો વીડિયો શેર કર્યો છે જેમાં દરેક કંટેસ્ટેન્ટ ખેસારીના મજા લેતા નજરે આવી રહ્યાં છે.

હકિકતે આ અઠવાડીયે શોમાં ખેસારીનો લુક કઈક બદલેલો લાગશે. ખેસારી ફ્રેન્ચ દાઢીમાં નજરે આવશે. જેને લઈને હિમાંશી તેના વખાણ કરતી જોવા મળશે. તેના પર ખેસારી કહેશે કે હું સારો જવાબ આપત જો મારા લગ્ન ન થયા હોત. તેના પર ખેસારીને ઘેરી લે છે અને તેની પત્ની ચંદાના નામથી તેને ચિડાવવા લાગે છે. હિમાંશી કહેશે કે હું માત્ર તમારા વખાણ જ કરતી હતી અને તમે લગ્ન તોડાવવાની વાત કરી રહ્યાં છો. ત્યાર પછી દરેક ઘરવાળા ખેસારીને તેની પત્ની ચંદાના નામથી ચિડાવવા લાગશે.

ત્યાર બાદ ખેસારી કહેશે કે ઘરવાળા નથી જાણતા કે તેની પત્નીને કેવી રીતે ઝીલી રહ્યાં છે અને તે મગજની એટલી ટાઈટ છે. બસ ખેસારી એટલુ જ બોલ્યા કે ઘરવાળાઓ તેના પર ચડી ગઈ અને ખૂબ ખેંચવા લાગ્યા. આ દરમિયાન સિદ્ધાર્થ કહેશે કે તમે તમારી પત્નીને કેવી રીતે સહન કરો છો. તેના પર ખેસારી કહેશે કે આવુ કઈ નથી પછી તે પોતાની પત્નીથી કેમેરાની સામે માફી માગશે. ધરવાળાની મસ્તીનો આ વીડિયો ખૂબ ફની છે.

READ ALSO

Related posts

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!