GSTV
Home » News » હવે Katrina Kaif સાથે લાગી Anup Jalota ની લગન, જસલિનને છોડી આની સાથે બનાવવા ઈચ્છે છે જોડી

હવે Katrina Kaif સાથે લાગી Anup Jalota ની લગન, જસલિનને છોડી આની સાથે બનાવવા ઈચ્છે છે જોડી

નાના પડદાના સૌથી વધુ ચર્ચિત અને સૌથી વિવાદિત શો ‘બિગ બૉસ’ કોઈ ના કોઈ કારણથી સમાચારમાં રહે છે. અત્યારે ‘બિગ બૉસ’ પોતાની અપકમિંગ સિઝન 13ને લઈને ચર્ચામાં છે. બિગ સિઝન 13 થી જોડાયેલ એક નવી માહિતી સામે આવી છે. સમાચારનો માનીએ તો બીગ બૉસ સિઝન 12ના કંટેસ્ટન્ટ રહીને ભજન સમ્રાટ અનૂપ જલોટા ફરીથી બીગ બૉસના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે.

એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તે ફરીથી રીયાલિટી શો ‘બિગ બૉસ’ નો ભાગ બનવા ઈચ્છે છે. તે સલમાન સાથે ‘બિગ બૉસ 13’ હોસ્ટ કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ તેમના કંટ્ર્રેક્ટ વિશે વધુ કહી શકતા નથી, ફક્ત એટલું કહી શકે છે કે તે આ સિઝનમાં પણ તેઓ જશે.

અનુપે જણાવ્યુ કે ‘બિગ બૉસ સિઝન 12’મા તે એક રીતે હોલિડે મનાવવા આવ્યા હતા. ત્યાં જવાથી તેમને નુકસાન જ થયું. તેઓ કહેતા હતા કે બિગ બૉસની બાજુથી તેમને જેટલું મળે છે, તેટલુ તો એક કોન્સર્ટમાં તેઓ કમાણી કરી લે છે. અનુપને પૂછ્યું કે જો તે બીગ બૉસમાં જોડી હોય તો તે કોની સાથે જશે.

તેના પર તેમણે જણાવ્યુ કે આ વખતે તેઓ કટરીના સાથે ઘરમાં એન્ટ્રી લેવા જશે. જસલીન વીશે વાત કરતા અનુપે જણાવ્યુ કે તે બધુ સ્ક્રિપટેડ હતુ. જસલીનના પિતાએ અમને એ આઈડિયા આપ્યો હતો કે અમે ઘરમાં ગુરૂ અને શિષ્યની જોડી બનીને જઈએ.

તમને જણાવી દઈએ કે ભજન સિંગર અનુપ જલોટા એ બીગ બોસ સીજન 12મા જસલીન મથારૂ સાથે એન્ટ્રી લીધી હતી. તે દરમિયાન બંનેના સંબંધો ખૂબ જ ચર્ચામાં હતા. પાછળથી ઘરમાંથી બહાર આવ્યા પછી અનૂપે કહ્યું કે જસલિન તેમની દીકરી જેવી છે અને તે બંને વચ્ચે કંઈ એવું નથી જે પણ શોમાં બતાવવામાં આવ્યુ તે બધુ સ્ક્રિપ્ટેડ હતુ.

READ ALSO

Related posts

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!