GSTV
Home » News » દયા બેન પછી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસ પ્રેગ્નન્સીના કારણે નહીં મળે શોમાં જોવા, આપશે પાંચમાં બાળકને જન્મ

દયા બેન પછી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસ પ્રેગ્નન્સીના કારણે નહીં મળે શોમાં જોવા, આપશે પાંચમાં બાળકને જન્મ

ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 10 વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. લગભગ 2 વર્ષથી આ શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાની એટલે કે દયા બેન પ્રેગ્નન્સીના કારણે આ શોથી દૂર છે. હવે સમાચાર છે કે વધુ એક એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે.

આજ કારણ છે કે પ્રિયા હવે આ શોમાં જોવા નહીં મળે. તાજેતરમાં પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે. પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે. તેણે એક તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘અપને પાંચવે બચ્ચે કે સ્વાગત કે લીએ તૈયાર’.

આ ફોટાના કેપ્શનમાં પ્રિયા ખૂબસૂરત સફેદ રંગના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટો જોઈને અંદાજો લગાવી શકાય કે તે ઘણી ખુશ લાગી રહી છે. તે પ્રેગ્નન્સીના લાસ્ટ દિવસોને એન્જોય કરી રહી છે. આ ફોટામાં સીરીયલ ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળશે.

શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાણીનો તેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે દિશા એક-બે સીન્સ માટે શોમાં જોવા મળી હતી. જોકે આટલા લાંબા ગેપ પછી શોના મેકર્સ તેને રિપ્લેસ નથી કરી રહ્યા. આ શો 10 વર્ષથી ટીવી પર ચાલી રહ્યો છે.

Read Also

Related posts

જુઓ, ઋતિક રોશનનાં ગીત પર ભોજપૂરી અભિનેત્રીનો ધમાકેદાર ડાન્સ, દિવાના થઈ જશો તમે

pratik shah

Panipat Movie Social Media Reaction: દર્શકોએ આપ્યા આ રિએક્શન

pratik shah

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!