GSTV
Home » News » આ અભિનેત્રીએ કહ્યું રાહુલ ગાંધીની જીત માટે રાખીશ ચૈત્ર નવરાત્રીનું વ્રત

આ અભિનેત્રીએ કહ્યું રાહુલ ગાંધીની જીત માટે રાખીશ ચૈત્ર નવરાત્રીનું વ્રત

વિવાદિત નિવેદનો આપવા માટે મશહૂર અભિનેત્રી માહિકા શર્માએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. માહિક શર્માએ કહ્યું છે કે એ ચૈત્ર નવરાત્રિમાં મા દૂર્ગાને ખુશ રાખવાા માટે વ્રત રાખ્યું છે જેનાથી તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જીત માટે આશિર્વાદ દઈ રહી છે. માહિકાએ જણાવ્યું છે કે પૂરા નવ દિવસ સુધી તે ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખશે.

લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે અભિનેત્રી માહિકાએ કહ્યું છે કે, હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખી રહી છું. જે માત્ર રાહુલ ગાંધીના હાથોમાં છે. અને મને ખ્યાલ છે કે દેવી તેમની જીતને નિશ્ચિત કરશે. અમારા સનાતન ધર્મમાં પત્ની પુરૂષની જીત માટે ઉપવાસ રાખે છે. આપણા લોકોના કારણે રાહુલે અત્યાર સુધી લગ્ન નથી કર્યા. પોતાની ઉંમર દેશની સેવામાં લગાવી દીધી. એટલે આપણી પણ જવાબદારી છે કે તેમના માટે કશુ કરીએ.

જણાવી દઈએ કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા હતા ત્યારે માહિકાએ બિકીની પહેરેલી ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. માહિકા પોતના વિવાદિત નિવેદનનો કારણે હમેશા ચર્ચામાં રહી છે. એક્ટિંગની સાથે તે સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતા પોતાના ફેન્સની સાથે જોડાયેલી રહે છે. માહિકા ટૂંક સમયમાં જ ડૈની ડી સાથે બોલિવુડની ફિલ્મ ધ મોર્ડન કલ્ચરમાં જોવા મળશે.

READ ALSO

Related posts

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન

Bansari

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!