ટેલિવુડની ફેમસ એક્ટ્રેસે પ્રથમવાર જોઈ પોર્ન ફિલ્મ, ઇન્ટરવ્યૂમાં અનુભવ કર્યો શેર

ટેલિવુડની ફેમસ એક્ટ્રેસ હીના ખાન હવે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો શેર કરવા લાગી છે. બોલીવુડ અને ટેલીવુડ એક્ટ્રેસ તેમના અનુભવોને લઈને હવે જાહેરમાં બોલતી થઈ છે. ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”થી જાણીતી બનેલી હિના ખાન સતત કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. હાલ તે ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાનું પાત્ર નિભાવી રહી છે.


તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં હિના ખાને પૉર્ન જોવાનો અનુભવ શેર કર્યો છે. તેણે પહેલી વાર પૉર્ન મૂવી જોવાનો અનુભવ શેર કર્યો છે. હિનાએ કહ્યું કે, “આ આંખો ખોલી દેનારો એક્સપીરિયન્સ છે. મને લાગે છે કે આ આપણા બધાથી સંબંધિત છે.” ત્યારબાદ જ્યારે હિનાને પુછવામાં આવ્યું કે મહિલાઓથી જોડાયેલુ એક એવું સીક્રેટ કયુ છે, જે પુરૂષોને ખબર હોવી જોઇએ ? આ મામલે હિનાએ કહ્યું કે, “મહિલાઓ સીક્રેટ્સ અને મિસ્ટ્રીસથી ભરેલી હોય છે.

ફક્ત તેઓ જ છોકરીઓનાં ફૉટો અને વિડીયો જુએ

કોઈ જરૂરી વાતને છતી કરવી યોગ્ય નથી. મને લાગે છે કે મોટાભાગનાં લોકો એવું વિચારે છે કે ફક્ત તેઓ જ છોકરીઓનાં ફૉટો અને વિડીયો જુએ છે, પરંતુ એવું નથી. હકીકતમાં આ કોઈથી છુપું નથી.” ‘બિગ બૉસ’માં આવ્યા બાદ હિના ચર્ચામાં રહે છે. ટીવી સીરિયલ્સ ઉપરાંત તે ફિલ્મોમાં પણ હાથ અજમાવશે. તાજેતરમાં હિના જમ્મુમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter