GSTV
Entertainment Television ટોપ સ્ટોરી

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોના સંક્રમિત થયા બાદ હારી ગઇ જિંદગી સામેની જંગ

કોરોના

ટીવી ઇન્ડસ્ટ્રીને સોમવારે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે પાછલા કેટલાંક દિવસોથી વેન્ટિલેટર પર જીંદગીની જંગ લડી રહેલી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન થઇ ગયું છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી સંક્રમિત હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

વેન્ટિલેટર પર હતી દિવ્યા

કોરોના

અભિનેત્રીને ન્યુમોનિયા થયો હતો. ત્યારે બીજી તરફ દિવ્યાની હાલત અત્યંત ગંભીર હતી, તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હતું. ત્યાર બાદ તેમના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર ઘણા દિવસો સુધી જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ બિમારીને માત આપી શક્યા નહી અને 34 વયે નિધન થઈ ગયું.

દેવોલીનાએ દિવ્યાના નિધન પર લખી ઇમોશનલ પોસ્ટ

દિવ્યાની મિત્ર અને અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખીને દુખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું, જ્યારે કોઈ સાથે ન હતું ત્યારે ફક્ત તુ હતી. દિવુ તુ જ મારી પોતાની હતી જેના પર હુ ગુસ્સો કરી શકતી હતી, નારાજ થઇ શકતી હતી, દિલની વાત કહી શકતી હતી. હું જાણુ છું કે જિંદગીએ તારી સાથે ઘણો અન્યાય કર્યો છે. તુ ઘણી પીડામાં હતી. પરંતુ હું જાણુ છું કે તુ વધુ સારી જગ્યાએ છે જ્યાં દુખ, પીડા, ચીટિંગ, જૂઠ્ઠાણુ જેવુ કંઇ નથી. હું તને મિસ કરીશ દિવુ. અને તુ પણ જાણે છે કે તને હું તને પ્રેમ કરુ છુ અને મને તારી ચિંતા હતી. તુ મોટી હતી પરંતુ બાળકી પણ તુ જ હતી. ભગવાન તારી આત્માને શાંતિ આપે. જ્યાં પણ છે તુ હવે બસ ખુશ રહે. તુ ઘણી જલ્દી ચાલી ગઇ દોસ્ત.

Read Also

Related posts

કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો

HARSHAD PATEL

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

અદનાન સામીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોઈને તમે પણ હેરાન થઈ જશો, સિંગરે ઘટાડ્યું આટલું વજન

Binas Saiyed
GSTV