Video: આ Hot ગુજ્જુ એક્ટ્રેસના પૉલ ડાન્સે ઇન્ટરનેટ પર મચાવી સનસની, જો જો ક્યાંક ધબકારો ચૂકી ના જતાં

ટીવી શૉ નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલ ડાન્સના વીડીયોઝ અને ફોટોઝ શેર કર્યા છે. આ વીડિયોમાં આશકાનો સેન્શુઅસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે.

આશકાએ સોની ટીવી પર કુસુમ (2003-2005)માં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભુમિકા ભજવ્યાં બાદ આશકા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.

નાગિનમાં તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અસલ જીવનમાં પણ આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. 2012માં આશકાએ કલર્સ ટીવીના રિયાલીટી શૉ બિગ બૉસ 6માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી.

આશકાનો જન્મ અમદાવાદમાં જ થયો હતો. આ ગુજ્જુ ગર્લે 1 ડિસેમ્બર 2017ના રોજ પોતાના બૉયફ્રેન્ડ બ્રેંટ ગોબલે સાથે અમદાવાદમાં જ એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા.

આશ્કા અને બ્રેન્ટના લગ્નમાં આશ્કાના ખાસ મિત્રો કવિતા કૌશિક, મૌની રોય અને એબિગેલ પાંડે પણ હાજર રહ્યાં હતાં.

જણાવી દઇએ કે આશકા અને તેના પતિ બંને પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. એક્રોયોગા કરતાં અભિનેત્રીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

થોડા દિવસો પહેલા પતિ બ્રેટ ગોબલેની સાથે એક્રોયોગા કરતો આશકાનો એક વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter