ટીવી એક્ટર ઈશ્વર ઠાકુરની આર્થિક પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ છે. તેઓ હાલ બીમાર છે અને તેમની પાસે સારવાર માટે પણ રૂપિયા નથી.તેમને કિડનીની સમસ્યા છે, તેમની હાલત એટલી ગંભીર છે કે તે તેમના પેશાબ પર પણ કંટ્રોલ કરી શકતા નથી અને તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેમની પાસે ડાયપર ખરીદવાના પણ પૈસા નથી.

જાણીતા ટીવી આર્ટીસ્ટ ઈશ્વર ઠાકુર આજકાલ ખુબ ગંભીર સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. કોરોના બાદથી તેમને ખાસ ટીવી ક્ષેત્રે કશું કામ મળી રહ્યું નથી. કામના અભાવના લીધે તેમની હાલ દિવસે ને દિવસે કથળી રહી છે. ઈશ્વર આજસુધી FIR, મેં આઈ કમ ઇન મેડમ, જીજાજી છત પર હૈ જેવા ટીવી શોમાં જોઈ ચુક્યા છો. હાલ તેઓ ઘરે છે, કિડનીની સમસ્યાને લીધે તેમના ઓગ પણ સુજી ગયા છે, અને તેઓ સંપૂર્ણ આરામની પરિસ્થિતિમાં છે.

એક મીડિયા રીપોર્ટ અનુસાર તેમણે પોતાની પરિસ્થિતિને લઈને જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મારી કિડનીમાં સમસ્યા ઉભી થઈ છે જેના લીધે મારા પગમાં પણ સોજા આવ્યા છે અને તેના લીધે મારાથી યુરીનમાં પણ કંટ્રોલ રહેતો નથી, તકલીફની શરૂઆત થઇ ત્યારે તો હું ડાયપરનો ઉપયોગ કરતો હતો પણ હવે મારી પાસે એટલા પણ રૂપિયા નથી કે હું ડાયપર ખરીદી શકું. હું હાલ જુના કાગળ અને છાપોઓથી કામ ચલાવી રહ્યો છું.
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’