GSTV
Gujarat Government Advertisement

દુખદ/ અભિનેતા અમિત મિસ્ત્રીએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, વહેલી સવારે હાર્ટ એટેક આવ્યા બાદ નિધન

અમિત

Last Updated on April 23, 2021 by Bansari

કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમે વાત કરી રહ્યાં છીએ અમિત મિસ્ત્રીની. અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે.

અમિત

 અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.

દર્શન જરીવાલાએ વ્યક્ત કર્યુ દુખ

અમિત

દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. RIP શ્રવણ રાઠોડ, RIP અમિત મિસ્ત્રી.

દુનિયામાં જાણીતાં મ્યુઝિક ડાયરેક્ટરનું કોરોનાથી નિધન

સંગીતના સૂરોથી લોકોના દિલોમાં રાજ કરનારા, સંગીતની દુનિયાનું એક આગવું નામ ધરાવતી જોડીમાંના એક એવા નદીમ શ્રવણ. ચાહકોને હંમેશાં સંગીતકાર નદિમ-શ્રવણનાં ગીતો ગમ્યાં છે. પરંતુ આ જોડીના શ્રવણ રાઠોડ વિશે એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઈની એસેલ રહેજા હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. રાહેજા હોસ્પિટલના ડો. કીર્તિ ભૂષણે આ ખબરની પુષ્ટિ કરી છે. અને જણાવ્યું કે શ્રવણ રાઠોડનું કોરોનાથી મલ્ટીઓર્ગન ફેલ થવાના કારણે નિધન થઇ ગયું છે.

શ્રવણ રાઠોડ કોરોના પોઝિટિવ હોવાને કારણે સારવાર માટે મુંબઇથી એસ.એલ. રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હતી છે. ખરેખર, કોરોના સિવાય, તેમને અન્ય રોગો પણ છે, જેના કારણે તેની હાલત નાજુક બની ગઈ છે. અને ગુરુવારે હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana

જીવલેણ રોગ/ ગુજરાતમાં આ કારણે વધ્યો મ્યુકરમાયકોસિસ, પરિવારમાં કોરોના દર્દી હોય તો રાખજો આ સાવધાની

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!