GSTV
Home » News » આ એક્ટરને પોલીસે એટલો માર માર્યો કે કરવો પડ્યો ICUમાં ભર્તી, કહ્યું- ભીખ માંગતો રહ્યો પરંતુ…

આ એક્ટરને પોલીસે એટલો માર માર્યો કે કરવો પડ્યો ICUમાં ભર્તી, કહ્યું- ભીખ માંગતો રહ્યો પરંતુ…

ટીવી સીરિયલ કસમ તેરે પ્યાર કીથી હિટ થયેલા અંશ અરોરા અને તેના નાના ભાઈને ગાજિયાબાદ પોલીસે આખી રાત માર માર્યો હતો. બન્ને ઉપર થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના 12મેની છે. હકિકતમાં, એક રાત્રીએ અંશની એક દુકાનના કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી. આ સ્ટોર ઈન્દ્રાપૂરમ ગાજિયાબાદમાં આવેલો છે. ત્યાર બાદ તેઓ તે દુકાને માફી માંગવા માટે પહોંચ્યો હતો.

અહિયા તેની મુલાકાત ગાજિયાબાદ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ અધિકારીએ સાથે થઈ. અધિકારીઓએ બન્ને ભાઈઓને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યાર બાદ બન્ને ભાઈઓને આખી રાત માર મારવામાં આવ્યો હતો. અંશની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તેના શરીર ઉપર ઘા ના નિશાન છે.

મિડ ડેની રિપોર્ટ પ્રમાણે, અંશે 11મેના રોજ એક દુકાને કેટલોક સામાન અને હોટડોગનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમણે બીલ માંગ્યું તો સ્ટાફે કહ્યું કે બધુ રેડી છે પરંતુ હોટડોગ માટે એક કલાકની રાહ જોવી પડશે. ત્યારબાદ અંશે બધો સામાન કેન્સલ કરવા માટે કહ્યું. પરંતુ સ્ટાફ તરફથી કોઈ રિપ્લાય આવ્યો ન હતો.

અંશે મિડ ડેને જણાવ્યું કે, સ્ટાફવાળાએ કહ્યું કે અમે તમને ખાવાનું આપ્યા વગર પૈસા કેવી રીતે લઈ શકીએ. મતલબ કે તમે મને અહિયા રાહ જોવડાવવા માંગો છો. મે તેમને કહ્યું કે તેઓ ઓર્ડર કેમ કેન્સલ નથી કરતા. ત્યારબાદ અમારા વચ્ચે બોલાચાલી થઈ. અમે બન્ને એકબીજાને ગાળો આપવા લાગ્યા.

મને ગુસ્સો આવ્યો અને મે રિસેપ્શન પર હાથ મારીને ગ્લાસ તોડી નાખ્યો. હું ઘરે પહોંચ્યો તો મને ઘણુ ખરાબ લાગ્યું. મને લાગ્યું કે મારાથી સ્ટોરને નુકશાન થયું. ત્યારે મે નિર્ણય કર્યો કે હુ ત્યાં જઈને તેમની માફી માંગી લઉ અને તેને પૈસા પણ આપી દઉ.

હું જ્યારે ત્યા પહોચ્યો તો તેમણે મને પોલીસને સોપી દીધો. અંશના કહેવા પ્રમાણે, પોલીસે તેમને બહુ જ માર માર્યો. બીજી દિવસે તેમને ICUમાં ભર્તી કરવો પડ્યો. એક્ટરે National Commission of Human Rightsને પોલીસની સામે ફરિયાદ કરી છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!