GSTV

દિનેશ કાર્તિક અને રસેલ વચ્ચે તકરાર? મેન્ટર ડેવિડ હસ્સીએ આપ્યો જવાબ

પ્રતિષ્ઠિત ટી20 લીગ આઇપીએલની આગામી સિઝન શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં તમામ ટીમોના ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે અને સતત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે આઈપીએલની ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક અને દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ વચ્ચે તકરાર ચાલી રહી છે. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કેકેઆરના માર્ગદર્શક ડેવિડ હસ્સીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

કેકેઆરએ ગઈ સિઝનમાં નબળા પ્રદર્શન બાદ તેમની કોચિંગ ટીમમાં ફેરફાર કર્યા હતા. કેટલાક ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ કાર્તિકને જાળવી રાખવામાં આવ્યો હતો. પોતાની કારકિર્દીમાં 300થી વધુ ટી20 મેચ રમનારા ડેવિસ હસ્સીએ કહ્યું કે રસેલ અને કાર્તિક વચ્ચે કોઈ ઝઘડો નથી. તેમણે કહ્યું કે બંને ખેલાડીઓ વચ્ચે કોઈ વિવાદ નથી પરંતુ તેમની વચ્ચે થોડો મતભેદ છે.

તેણે કહ્યું, ‘કાર્તિક અને રસેલ એકબીજાની ખૂબ નજીક છે, જે ટીમ માટે સારું છે. કાર્તિક હંમેશાં તેના ખેલાડીઓનું સમર્થન કરે છે જે ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ છે. કાર્તિકને ફક્ત મેચ જીતવાથી મતલબ છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં કેકેઆરને સતત કેટલીય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં રસેલે દિનેશ કાર્તિકની કેપ્ટનશીપની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેને બેટિંગના ક્રમમાં ઉપર મોકલવામાં આવ્યો ન હતો.

READ ALSO

Related posts

કામના સમાચાર/ મફતમાં ગેસ સિલિન્ડર યોજનાને 11 દિવસ જ બાકી, 8 કરોડ લોકોએ લીધો લાભ તમે બાકી હોય તો આ રીતે કરાવો નોંધણી

Arohi

સુશાંત કેસઃ બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન અંગે લોકપ્રિય નિર્માતાએ કરી આ સત્ય વાતો વાત જાહેર

Karan

ઉર્મિલા માતોંડકરના 25 વર્ષ જૂના અમૂલ કાર્ટૂનને લઈને યુઝર્સમાં થઈ રહી છે મોટી ટક્કર, જાણો શું છે આખી ઘટના

Karan
Do NOT follow this link or you will be banned from the site!