GSTV
Home » News » ભારતીય મસાલાંમા હળદર સ્કીનકેન્સરમાં અકસીર…

ભારતીય મસાલાંમા હળદર સ્કીનકેન્સરમાં અકસીર…

ભારતીય મસાલામાં મહત્વનો હિસ્સો છે હળદર. હળદરને સરળતાથી ઘોળી દેવાથી તેનો રસ આસાનીથી ટયૂમર સુધી પહોચી જાઈ છે અને કેન્સર કોશિકાઓને ખત્મ કરી શકે છે. હળદરનો આયુર્વેદ માં પણ ઘણો મહત્વનો ભાગ છે. હળદર પકાવ્યા વગરના કાચા માસમાં રહેલા જીવાણુઓને પણ મારી શકે છે. હાલમાં જ એક સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું કે હળદર માથી અલગ કરવામાં આવેલું અને પ્રાકૃતિક રૂપમાં પ્રાપ્ત થતો પદાર્થ કરક્યુમીન કેન્સર કોશિકાઓને ખત્મ કરવા માટેનો એક પ્રભાવી એજેંટ છે.

યુનિવર્સિટી ઓફ ઇલિનોઈસમાં એસોસીએટ પ્રોફેસર દિપાંજન પાન એ જણાવ્યુ કે, “ અત્યાર સુધી કરકયુમીનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકવામાં આવતો ન હતો કારણકે તે સંપૂર્ણ રીતે પાણી માં ઓગળી ષતું નથી.”

પ્રોફેસર પાન સાથે કામ કરતાં પોસ્ટ ડોકટરલ સંશોધનકર્તા સંતોષ મિશ્રાએ કહ્યું હતું કે, “આ તત્વના ઉપયોગ માટે તે પાણી માં ગળે તે ખૂબ જ જરૂરી છે કારણકે જો આ તત્વ પાણીમાં ઓગળશે નહીં તો તે લોહી સાથે મળી નહીં શકે.” અમેરીકામાં યૂટા યુનિવર્સિટીના સંશોધન કર્તાઓ સાથે અન્ય સંશોધન કર્તાઓ એ પ્લેટિનમની મદદ થી એવી પ્રક્રિયા તૈયાર કરી જે કરક્યુમીનને ઓગાળી શકવામાં સક્ષમ છે.

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!