GSTV
Health & Fitness Life Trending

ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે હળદર, આ 3 રીતે સેવન કરશો તો ચોક્કસ થશે ફાયદો

હળદર

Turmeric For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીતર જો થોડી પણ બેદરકારી કરવામાં આવે તો બ્લડ સુગરનું પ્રમાણ અચાનક વધી શકે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા મસાલા ફાયદાકારક હોઈ શકે છે, આ મસાલાઓમાંથી એક છે હળદર, જેમાં ઘણા બધા ઔષધીય ગુણો છે, તે શરીરના અંદરના ભાગ અને બહારના ભાગ (ત્વચા) બંને માટે ફાયદાકારક છે. આવો જાણીએ રોજિંદા ડાયેટમાં હળદરનો સમાવેશ કરવાથી શું ફાયદા થાય છે.

હળદર

ડાયાબિટીસમાં હળદર કેમ ફાયદાકારક છે?

ડાયાબિટીસના દર્દીઓએ હળદરનું નિયમિત સેવન કરવું જોઈએ કારણ કે તેમાં કર્ક્યુમિન ભરપૂર માત્રામાં હોય છે, તેની સાથે આ મસાલામાં બ્લડ શુગર લેવલ ઘટાડવાની ક્ષમતા હોય છે. હળદરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.

આમળા સાથે હળદર

હળદર અને આમળા બંનેને ડાયાબિટીસના દર્દીઓ માટે ઔષધિ સમાન માનવામાં આવે છે, આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. આ સિવાય આમળામાં હાજર ક્રોમિયમ કાર્બોહાઈડ્રેટને પચાવવામાં મદદ કરે છે. જો તમે આમળા પાવડર અને હળદર પાવડરને પાણીમાં ભેળવીને પીશો તો લો ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહેશે.

હળદર

કાળા મરી સાથે હળદર

હળદર અને કાળા મરીનું મિશ્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કારણ કે તે બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ બે મસાલાને ગરમ દૂધમાં ભેળવીને પણ પી શકાય છે. કાળા મરીમાં પાઇપરિન નામનું તત્વ જોવા મળે છે, જે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે.

તજ સાથે હળદર

હળદર અને તજનો પાઉડર લઈ તેને દૂધમાં મિક્સ કરીને ગરમ કર્યા પછી પીવો. સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને સવારના નાસ્તા દરમિયાન પીવાની સલાહ આપે છે, આના દ્વારા બ્લડ ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવું સરળ છે. તજમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV