GSTV

કેન્સર બાદ હવે સાંધાનો દુખાવો દુર કરવામાં પણ કારગર સાબિત થઈ હળદર, ઓસ્ટ્રેલિયાનાં રિસર્ચમાં દાવો

આજકાલની જીવનશૈલી (Lifestyle) અને આહારમાં ગડબડી થવાને કારણે યુવાનો ખાસ કરીને મહિલાઓ ખૂબ પરેશાન છે. સાંધાનો દુખાવો ખૂબ પીડાદાયક છે. લોકો ઘણીવાર આ પીડાથી બચવા માટે પેઇન કિલર(Pain Killer)નો આશરો લે છે, પરંતુ વધુ પેઇનકિલર્સ લેવાથી ભવિષ્યમાં તમારી કિડની (Kidney)અને લિવર (Liver)પર અસર પડી શકે છે. જો તમે સંધિવાથી પીડિત છો, તો તમારે આહારમાં હળદરનો સમાવેશ કરવો જ જોઇએ. હળદર સાંધાનો દુખાવો દૂર કરવા માટે પેઇન કિલર તરીકે કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા સંશોધન મુજબ, હળદર ઘૂંટણની પીડાથી રાહત માટે અસરકારક સાબિત થઈ છે.

12 અઠવાડિયા રિસર્ચ ચાલ્યુ

હળદરની અસરને સમજવા માટે ઓસ્ટ્રેલિયાની ટેજમેનિયા યુનિવર્સિટીમાં સંધિવાના 70 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ ઘૂંટણની પીડાથી પીડાઈ રહ્યા હતા અને તેમના સાંધાના આંતરિક ભાગમાં સોજો હતો. તેમને 12 અઠવાડિયા સુધી દરરોજ હળદરના બે કેપ્સ્યુલ્સ આપવામાં આવ્યાં હતાં. ત્રણ મહિના પછી હળદરની અસર જોવા મળી.

હળદરનું સેવન કર્યા વગરનાં લોકોમાં દર્દ હતું યથાવત

એન્નલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, ઘૂંટણની પીડાથી પીડિત જે દર્દીઓએ હળદરની સપ્લિમેંન્ટ લીધી હતી, તેઓમાં પીડા ઓછી થઈ હતી. આ સમય દરમિયાન, તેઓએ કોઈ આડઅસર દેખાડી નહીં. તો, જે દર્દીઓને હળદર આપવામાં આવી ન હતી તે લોકોમાં સતત પીડા રહી છે. હળદરના દર્દીઓના ઘૂંટણનું સ્કેન કરવા પર, એવું જોવા મળ્યું કે આંતરિક રીતે કોઈ તફાવત નથી, પરંતુ પીડા ચોક્કસપણે ઓછી થઈ છે. સંશોધનકારોનું કહેવું છે કે આનું મોટા પાયે ટ્રાયલ હાથ ધરવાની જરૂર છે.

ભારતીય સંશોધનકારોએ સાબિત કર્યું, કેન્સર સામે રક્ષણ આપે છે

તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હળદરથી કેન્સરની સારવાર માટે અમેરિકનું પેટન્ટ પ્રાપ્ત કરાયું છે. સંસ્થાનો દાવો છે કે હળદરમાં હાજર કરક્યૂમિન તત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી કેન્સરની ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર થઈ શકે છે. જેથી ટ્યૂમર ખતમ કરી અને શરીરમાં ફેલાતા રોકી શકાય.

શા માટે કરક્યૂમિન?

મુખ્ય સંશોધનકર્તા ડૉ. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં હાજર કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરની કોષિકાઓને ખત્મ કરવા માટે ટ્યૂમરવાળા હિસ્સામાં સીધા કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. તે સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તે કેન્સરના કોષોને ખતમ કરી નાખે છે.

રોગો સામે લડવાની ક્ષમતા વધારે

આયુર્વેદમાં હળદરનો ઉપયોગ હજારો વર્ષોથી દવા તરીકે થાય છે. તેમાં એન્ટી-ઈંફ્લેમેન્ટ્રી અને એન્ટીઓકિસડેન્ટ્સ છે, જે તેને સુપર ફૂડ સાબિત કરે છે. તેને આહારમાં ઉપયોગ કરવાથી રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે. નિષ્ણાતો પણ કોરોનાના સમયગાળામાં હળદરનું દૂધ પીવાનું સૂચન આપી રહ્યા છે.

મગજને સ્વસ્થ રાખે છે

હળદરમાં હાજર કરક્યૂમિન મગજમાં BDNF હોર્મોનનું સ્તર વધારે છે, જે મગજમાં નવા કોષો બનાવે છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયાનું જોખમ પણ ઘટે છે.

ડિપ્રેશનને દૂર કરવામાં પણ મદદરૂપ

60 લોકો પર કરાયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે, કરક્યૂમિન એન્ટીડિપ્રેસેન્ટનું કામ કરે છે. જે ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે. સંશોધનના પુરાવામાં જાણવા મળ્યું કે, તે માણસને ખુશ રાખતા હોર્મોન જેવાકે, ડોપામાઈનને રિલીઝ કરવામાં મદદ કરે છે.

READ ALSO

Related posts

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!