GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

પાકિસ્તાન

દુનિયાભરમાં Corona વાયરસ ટ્રેંડિગ ટૉપિક બની ગયો છે. ત્યાં સુધી કે આજકાલ ગૂગલ પર પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવતો શબ્દ પણ Corona વાયરસ છે. તેવામાં તુર્કસ્તાનમાં કથિતરૂપે Corona વાયરસ શબ્દ પર પ્રતિબંધ મુકી દીધો છે. સાથે જ લોકોના માસ્ક પહેરવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, તુર્કમેનિસ્તાનની સરકારના ફરમાન બાદ સ્થાનિક મીડિયા તથા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વહેંચવામાં આવતા હેલ્થ ઇન્ફોર્મેશન બ્રોશરમાં પણ આ શબ્દનો ઉપયોગ કરવાથી બચવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં આ મહામારી સાથે સંબંધિત કોઇ કેસ નથી.

corona

લોકોને કરવામાં આવી રહ્યાં છે ડિટેન

જે મહામાહીની અસર દુનિયાભરમાં છે, તેના વિશે વાત કરવા પર પોલીસ અહીં લોકોને ડિટેન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, જનતા વચ્ચે સ્પેશિયલ એજન્ટ્સ સામાન્ય કપડામાં હાજર છે, જે છુપાઇને તેમની વાતો સાંભળે છે જેથી તેઓ તે લોકોની ઓળખ કરી શકે જે Corona વાયરસ વિશે વાત કરી રહ્યાં છે.

Coronaને ફેલાતો રોકવા માટે કરવામાં આવી રહ્યું છે આ કામ

દેશમાં Coronaના કેસથી ઇનકાર કર્યા બાદ પણ સરકાર આ વાયરસને ફેલાતો રોકવા માટે મહત્વના પગલા લઇ રહી છે. તેમાં સ્ટેશન પર ટેમ્પરેચર ચેક કરવાથી લઇને ભીડભાડ વાળી જગ્યાઓની સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલા નાગરિક આંદોલન, ખાસ કરીને રાજધાનીની બહારના વિસ્તારમાં રોક લગાવી દેવામાં આવી છે.

દેશના લોકોનો જીવ જોખમમાં

એક અહેવાલ અનુસાર, Corona વાયરસ સાથે સંબંધિત કોઇપણ પ્રતિબંધ તુર્કમેનિસ્તાનના નાગરિકોનો જીવ જોખમમાં મુકી શકે છે. તુર્કમેન અધિકારીઓએ જણાવ્યા અનુસાર, તુર્કમેનિસ્તાનના નાગરિકો પાસે આ મહામારી વિશે સીમિત અને એકતરફી જાણકારી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બેયરડેમુકામેડૉવ છે, જેમને ફાધર પ્રોટેક્ટર કહેવામાં આવે છે.

Read Also

Related posts

સંતરામપુરના ઉબેર ટેકરા ગામ નજીક વાઘ હોવાનો ગ્રામજનોએ કર્યો દાવો, વીડિયો થયો વાયરલ

pratik shah

Skin care Tips : સ્કિનની આ 5 સમસ્યાઓને દૂર કરે છે ગુણકારી ફુદીનો

pratik shah

વજન ઘટાડવામાં રામબાણ ઈલાજ છે આ જ્યૂસ, નિયમિત સેવનથી આંખોની રોશનીમાં પણ થશે વધારો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!