GSTV
Home » News » પતિ સાથે કારમાં હતી વિદેશી મહિલા, યુપીમાં એવું થયું કે જિંદગીભર આ ઘટનાને નહીં ભૂલી શકે

પતિ સાથે કારમાં હતી વિદેશી મહિલા, યુપીમાં એવું થયું કે જિંદગીભર આ ઘટનાને નહીં ભૂલી શકે

દેશમાં છેલ્લા ઘણા સમયથી છેડતી સહિતનાં ગુન્હામાં વધારો જોવા મળ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. જેમાં ભારત ફરવા આવેલી એક વિદેશી મહિલાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે તેમના પર ત્રણ લોકોએ હમલો કર્યો અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તુર્કીની રહેવાસી મહિલાનાં મુજબ પોલીસે અસંજ્ઞેય ગુન્હાઓની ધારાના આધારે ફરિયાદ દાખલ કરી છે. જૌનપુર પોલીસે આરોપીયોં પર ફક્ત ધારા 323 અને 427 લગાવી છે. પીડીતાએ ટ્વિટર પર આ ઘટના વિશે તમામ વિગતો લખી છે અને નરાધમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મહિલાએ પોતાની આપબીતી જણાવી કે તે પતિ સાથે વારાણસીથી ઋષિકેષ જઈ રહી હતી. તે દરમ્યાન જૌનપુરનાં બરસઠીમાં કાર રોકી અને કપલ ત્યાં સૂવાની તૈયારી કરી રહ્યું હતું. તેમણે પોતાની કારમાંજ સૂવાની અને ખાવાની વ્યવસ્થા કરી હતી. મહિલાનાં કહેવા મુજબ રાત્રીનાં લગભગ 8 વાગ્યે કેટલાક લોકો આવ્યા અને કારનાં દરવાજાને જોર જોરથી ખખડાવા લાગ્યા હતા. તરતજ તેમના પતિએ દરવાજો ખોલ્યો અને તેમણે જોયું કે ત્રણ લોકો અત્યંત ગુસ્સામાં લાગી રહ્યા હતા.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આ ઘટના દરમ્યાન એક શખ્સ પોતાનાં કપડા ઉતારીને અશ્લિલ ચેનચાળા શરૂ કર્યા હતા. ત્યાર પછી તેઓ ગભરાઈ ગયા અને કાર સ્ટાર્ટ કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. પરંતુ આગળ ક્રોંસિંગ હોવાને કારણે તેમણે પોતાની કારને રોકવી પડી હતી.

ત્યાં સુધી તો બાઈક સવાર હમલાવર ત્યાં પણ પોંહચ્યાં હતા. હમલાવરોે મહિલાની કારનો કાચ પણ તોડી નાખ્યો ત્યાર પછી આ શખ્સો તેમના પતિને કારમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ ઘટનાથી ડરેલી મહિલાએ બૂમા બૂમ શરૂ કરી દીધી હતી. અને આ બૂમો સાંભળીને ભીડ ત્યાં એકઠી થઈ ત્યાર પછી હમલાવરો ભાગ્યા હતા.

READ ALSO

Related posts

બિહારમાં ભાજપ માટે ચૂંટણી પહેલા ઘેરાયા ચિંતાના વાદળો, નીતિશની વિપક્ષનેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત

Mayur

બાળકો માટે શરૂ થશે ‘લાફિંગ ક્લાસ’, દેશની સીબીએસઈ, આઈસીએસઈ ઈન્સટીટ્યૂટનું નવતર પગલું

pratik shah

ભાત ખાવાથી નથી વધતું વજન, આ રીતે રાંધશો તો પોષકતત્વો પણ જળવાઇ રહેશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!