GSTV
India News Trending

Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના

સીરિયામાં સોમવારે આવેલા વિનાશકારી Earthquake ભૂકંપ બાદ સીરિયાના અલેપ્પોશહેરમાં એક ધરાશાયી થયેલી ઈમારત નીચે ફસાયેલ એક ગર્ભવતિ માતાએ કાટમાળ નીચે જ પોતાના બાળકને જન્મ આપ્યો. પરંતુ બચાવકર્મીઓના પહોંચતા પહેલા તેનું મોત થઈ ગયું. જો કે તેના નવજાત સિસુને બચાવ કર્મીએ બચાવી લીધું છે.

સીરિયાના એક સ્વયંસેવી સંગઠન દ્વારા કતમા ગામમાં Earthquake ભૂકંપ કાટમાળમાંથી એક નવજાતને જીવિત નિકાળ્યાનો વીડિયો ઉપલબ્ધ કરાવ્યો છે. તેની થોડા જ સમયમાં આ સમગ્ર ઘટના દુનિયા સામે આવી છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધી 7,800 જેટલા લોકોના મોત થયા છે.

ભૂકંપના લીધે મરનારાઓની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે. હજારો ઈમારતોમાં બચેલા લોકોને શોધવા માટે બચાવકર્મીઓ કામમાં લાગ્યા છે. દુનિયાભરના દેશોએ બચાવ તેમજ રાહત કાર્યોમાં મદદ માટે ટીમ મોકલી છે. આપત્તિમાં બચેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસમાં શૂન્યની નીચે તાપમાન અને લગભગ 200 ની સંખ્યામાં આવેલા ભૂકંપના ઝટકા પણ મુશ્કેલ બની રહ્યા છે. આનાથી અસ્થિર ઢાંચાની વચ્ચે લોકોને શોધવા મુશ્કેલ બની ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah
GSTV