GSTV
News Trending World

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

દક્ષિણ તુર્કી અને ઉત્તરી સીરિયામાં ૭.૮ તીવ્રતાનો શકિતશાળી ભૂકંપથી ભારે જાનહાની અને નુકસાનના અહેવાલ છે. તુર્કીમાં આવેલો ભૂકંપનો આંચકો એટલો શકિતશાળી હતો કે યુકે સુધી તેની અસર જોવા મળી હતી. ભૂકંપના એક શકિતશાળી આંચકા પછી બીજો પણ ૬.૭ ની તિવ્રતા ધરાવતો આંચકો આવતા લોકો ફફડી ગયા હતા. 

આફટર શોક પણ ડરાવનારા હોવાથી લોકો ઘરની બહાર ખૂલ્લા વિસ્તારમાં આવી ગયા છે. અફરા તફરીના માહોલમાં લોકોના ટોળા મદદની પોકાર કરી રહયા છે. તુર્કીના પાડોશી દેશ સીરિયામાં પણ  ઇમારતો પડવાથી ૩૯૬ લોકોના મોત થયા છે. જેમાં સીરિયાના અલેપ્પો, હમા, લતાકિયા અને ટાર્ટસ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. 

તુર્કીની પ્રાંતિય રાજધાની ગજિયાટેપ નજીક કેન્દ્રબિંદુ  હતું. તુર્કીની એક યુનિવર્સિટીના ભૂવિજ્ઞાાનના પ્રોફેસર ઓકાન તુયૂસુઝે જણાવ્યું હતું કે તુર્કીમાં ૧૯૩૯માં આના કરતા પણ વધુ શકિતશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં ૩૩૦૦૦ લોકોના મુત્યુ થયા હતા. તુર્કી દુનિયાના સૌથી સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાં આવે છે. જયાં અમૂક વર્ષો પછી ભૂકંપ આવતા રહયા છે.

૧૯૯૯માં ઉત્તર પશ્ચિમી તુર્કીમાં આવેલા શકિતશાળી ભૂકંપથી ૧૮૦૦૦ લોકોના મુત્યુ થયા હતા.જેમાંથી ઇસ્તાંબૂલમાં સૌથી વધુ ૧૦૦૦થી વધુ જાનહાની થઇ હતી. ૨૦૨૦માં ઇલાજિંગ વિસ્તારને  ૬.૮ તીવ્રતાના ભૂકંપે ધમરોળ્યો હતો.ગત વર્ષ ઓકટોબર માસમાં એજિયનસાગરમાં રિકટર સ્કેલ પર ૭ ની તિવ્રતા ધરાવતો ભૂકંપ ૧૧૪ લોકોને ભરખી ગયો હતો

Related posts

VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ

Siddhi Sheth

લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે

Vishvesh Dave

સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ

GSTV Web News Desk
GSTV