GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ટ્રમ્પ ભારત આવતાં આ દેશે ઝેર ઓક્યું, પાકિસ્તાનને કાશ્મીર મામલે ખુલ્લેઆમ જાહેર કર્યું સમર્થન

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગન ગુરૂવારના રોજ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છએ. તુર્કીના રાષ્ટ્રપતિએ શુક્રવારના રોજ પાકિસ્તાનની સંસદમાં સંબોધન કર્યું હતું અને અહીં આપેલા ભાષણમાં તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સંપૂર્ણ સમર્થન કર્યું.

એર્દોગને પાકિસ્તાની સરકારનો સંસદમાં સંબોધન કરવાનો મોકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે રીતે પાકિસ્તાનના લોકોએ અમારુ સ્વાગત કર્યું ચે, તેમના માટે અમે આભારી છીએ. અહીં પાકિસ્તાનમાં ક્યારેય પણ અજાણ્યુ નથી લાગતું. એવુ લાગે છે અમે અમારા ઘરમાં પોતાના લોકો સાથે છીએ.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આજે પાકિસ્તાન અને તુર્કી અન્ય દેશ માટે મિસાલ બન્યા છે. જે અનેક દેશો માટે ઈર્ષ્યાનો વિષય છએ. તુર્કી અને પાકિસ્તાનનો ભાઈચારો સાચો છે અને તે ઐતિહાસિક ઘટનાક્રમને મજબૂત બનાવે છે.

અર્દોગને પોતાના ભાષણમાં કાશ્મીર મુદ્દાને લઈ અનેક વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણા કાશ્મીરી ભાઈ-બહેન દાયકાઓથી અનેક દુ:ખ દર્દ સહન કરી રહ્યા છે. હાલમાં જ એકતરફી કરેલા નિર્ણયે તેમના દુ:ખમાં વધારો કર્યો છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમના દેશે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીર મુદ્દે સંવેદનશીલ વલણ અપનાવ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દો સંઘર્ષ અને દમનથી ઉકેલ નહીં આવે, પણ ન્યાય અને પારદર્શિતાથી તેનુ સમાધાન આવશે. આવું સમાધાન જ તમામના હિતમાં છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ તુર્કી અને પાકિસ્તાનની દોસ્તીની મિસાલ રજૂ કરી હતી અને કહ્યું હતું કે, અતિતમાં પાકિસ્તાને હંમેશા તેમનો સાથ આપ્યો છે. 1915ના યુદ્ધનો ઉલ્લેખ કરતા અર્દોગને કહ્યું હતું કે, જ્યારે અમે ડાર્ડેનેલ્સ સ્ટ્રેરને બચાવવાનો જંગ લડી રહ્યા હતા, ત્યારે 6 હજાર કિમી દૂર લાહોર સ્કોયરમાં અમારા સમર્થનમાં એક રેલી થઈ હતી. લાહોરની આ રેલીમાં ઐતિહાસિક સંખ્યામાં લોકો જોડાયા હતા. બ્રિટિશ શાસનના દબાવ બાદ પણ પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભંડોળ એકઠુ કરી આપ્યું હતું.

તુર્કીના રાષ્ટ્રપતિએ સંસદમાં જણાવ્યું હતું કે, વ્હાલા ભાઈ-બહેનો આપણી આ મહોબ્બતને ક્યારેય નહીં ભૂલીએ. તુર્કીના કૈનાકલેમાં જે સો વર્ષ પહેલા થયું હતું, તેવું જ કાશ્મીરમાં પણ કરી શકાય. તુર્કી આ દમન સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.

રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું હતું કે, આપણી આ દોસ્તી શરતો પર નહીં પણ પ્રેમ પર આધારિત છે. આજે કાશ્મીરનો મુદ્દો જેટલો તમારા દિલની નજીક છે, એટલો જ અમારા દિલની પણ નજીક છે. ભવિષ્યમાં પણ અમે પાકિસ્તાનને સમર્થન આપતા રહીશું.

READ ALSO

Related posts

લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, ટીડીઓ-મામલરદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો

pratik shah

કેરળના મુન્નારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 75 કર્મચારીઓ થયા લાપતા

pratik shah

ખુશખબર: ફોટો જોઈને જ બેંક 50 હજારથી વધુનો ચેક કરશે ક્લિયર, બદલાઈ ગયા છે આ નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!