GSTV
News Trending World

આજે પાકિસ્તાન થઈ ગયું ગદગદ, ઈમરાનખાન સહિત સાંસદોની તાળીઓથી ગુંજી ઉઠી સંસદ

તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનની સંસદના બંને ગૃહોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ એર્દોગાને એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે તુર્કીના ભારત સાથે સંબંધો ખરાબ થઇ શકે છે. એર્દોગાને જણાવ્યું કે કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્વનું છે તેટલું જ તુર્કી માટે મહત્વનું છે. એર્દોગને જણાવ્યું કે કાશ્મીરમાં જુલ્મ થઇ રહ્યા છે આથી હું નહીં રહું. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કાશ્મીર મુદ્દે કોઇ પણ શરત વગર સમર્થન આપવાનો વાયદો કર્યો.

એર્દોગાને તેનું સંપૂર્ણ ભાષણ ઇસ્લામ અને મુસ્લિમોને કેન્દ્રમાં રાખીને કર્યું. તેમણે કહ્યું કે કોઇ જમીન પર ખેંચાયેલી રેખા ઇસ્લામમાં માનવાવાળાઓમાં ભાગલા પડાવી શકે નહીં. એટલું જ નહિં તેમણે આતંકવાદના જનક પાકિસ્તાનને આતંકથી સૌથી વધુ પીડિત દેશ ગણાવ્યો. તેમજ પાકિસ્તાનને તેમનું બીજું ઘર ગણાવ્યું. ઇમરાન ખાન અને અન્ય સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને જણાવ્યું કે તે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં શરત વગર પાકિસ્તાનનું સમર્થન કરશે.

READ ALSO

Related posts

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth

ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું

Hina Vaja

BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?

Drashti Joshi
GSTV