GSTV

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

પાકિસ્તાન

Last Updated on October 23, 2021 by Bansari

ગ્રે લિસ્ટમાં રહેવા બદલ પાકિસ્તાન ભારતને જવાબદાર ઠરાવ્યું હતું પરંતુ એફએટીએફએ સ્પષ્ટતા કરી છે કે તેની કામગીરી પારદર્શક છે અને પાકિસ્તાને બીજા ઉપર આરોપો મૂકવાના બદલે પ્રતિબંધિત આતંકવાદી અને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી ગંભીર રીતે કરવાની જરૂર છે

ટેરરિસ્તાન બની ચૂકેલા પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં બેવડો ફટકો પડયો છે. ઇમરાન ખાનના લાખ પ્રયાસો છતાં ભારતની મજબૂત રજૂઆતના પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહ્યું છે. તો પાકિસ્તાનના જાની દોસ્ત અને કાશ્મીર મુદ્દે કાયમ તેનો પક્ષ તાણતા તુર્કીને પણ એફએટીએફના ગ્રે લિસ્ટમાં ધકેલી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી એફએટીએફના ગ્રે લિસ્ટમાં સામેલ પાકિસ્તાન બહાર આવવા હવાતિયા મારી રહ્યું છે પરંતુ ટેરર ફંડિંગને લગતી શરતો પૂરી કરવામાં સતત નિષ્ફળ જવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની શાખ તળિયે પહોંચી ગઇ છે. અગાઉ ગ્રે લિસ્ટમાં રહેવા બદલ પાકિસ્તાન ભારતને જવાબદાર ઠરાવ્યું હતું પરંતુ એફએટીએફએ સ્પષ્ટતા કરી છે કે તેની કામગીરી પારદર્શક છે અને પાકિસ્તાને બીજા ઉપર આરોપો મૂકવાના બદલે પ્રતિબંધિત આતંકવાદી અને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી ગંભીર રીતે કરવાની જરૂર છે.

ટેરર ફંડિંગ રોકવા માટે કરે છે કામગીરી

ાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું કામ દુનિયાભરમાં ચાલી રહેલા મની લોન્ડરિંગ અટકાવવા માટે નીતિઓ ઘડવાનું છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૮૯માં જી-૭ દેશોની પહેલ પર થઇ હતી અને તેનું મુખ્યમથક પેરિસમાં છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રણાણિને સુધારવા માટે નીતિઓ બનાવે છે અને એ નીતિઓ લાગુ કરવાની દિશામાં કામ કરે છે. વર્ષ ૨૦૦૧માં એફએટીએફએ પોતાની નીતિઓમાં આતંકવાદીઓને મળતી આર્થિક સહાયને પણ સામેલ કરી હતી. એફએટીએફમાં કુલ ૩૮ સભ્ય દેશો છે જેમાં ભારત, ચીન, અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે.

ટેરર ફંડિંગ એટલે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય. આતંકવાદીઓને તેમના નાપાક મનસુબાઓ પાર પાડવા નાણાંની જરૂર પડતી હોય છે. આતંકવાદી સંગઠનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપરાધી સંગઠનો સાથે જોડાયેલા હોય છે. આવા અપરાધી સંગઠનો માદક પદાર્થો, હથિયારોની તસ્કરી, અપહરણ, ખંડણી અને ગેરકાયદેસર રીતે નાણાં પડાવવાના ધંધામાં સામેલ હોય છે. ટેરર ફંડિંગ કરતા દેશો આવા ગેરકાયદેસર સંગઠનો દ્વારા પણ આતંકવાદી જૂથોને નાણાં પૂરા પાડતા હોય છે. એક રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા પાકિસ્તાન દર મહિને આશરે ૨૫થી ૩૦ કરોડ રૂપિયા આતંકવાદી સંગઠનો અને અલગતાવાદી નેતાઓને પૂરા પાડે છે. આ ફંડ જુદી જુદી રીતે ભારત પહોંચાડવામાં આવે છે. જેમાંની એક રીત છે નકલી ભારતીય ચલણી નોટો છાપીને ભારતમાં ઘૂસાડવી. ઉપરાંત કેટલાક મધ્યપૂર્વના દેશો અને યુરોપી દેશોમાં જેહાદના નામે ફંડ ઉઘરાવવામાં આવે છે. હવાલા અને ડ્રગ્સના વેપારીઓ દ્વારા ધન મોકલવામાં આવે છે.

ISI

ટેરર ફંડિંગ પર લગામ કસવી અત્યંત મુશ્કેલ

ખરેખર તો આજે જે રીતે દુનિયાભરમાં આતંકવાદનો પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે તે તો ભયજનક બાબત છે જ પરંતુ સાથે સાથે આતંકવાદ માટે ભંડોળ પૂરા પાડવાનું તંત્ર પણ વ્યાપક બનતું જઇ રહ્યું છે.

આમ જોઇએ તો ટેરર ફંડિંગને રોકવું ભારે મુશ્કેલ છે. એના પાછળનું પહેલું કારણ એ છે કે દુનિયાભરના મોટા ભાગના દેશોમાં લિબરલ એટલે કે મુક્ત બેંકિંગ સિસ્ટમ છે. કેટલીક બેંકો તો એવી છે કે જ્યાં મન ફાવે તેટલા પૈસા જમા કરાવી શકાય કે ઉપાડી શકાય. આવી બેંકો પોતાના ગ્રાહકોને પૂછતી પણ નથી કે આ પૈસા કાળા નાણાં છે કે ક્યાંકથી લૂંટ કરીને લાવવામાં આવ્યાં છે. બેંકોને તેમના ખાતામાં પૈસા જમા કરાવવાથી ફાયદો થતો હોવાથી તે પૈસાનું માધ્યમ જાણવાની દરકાર સુદ્ધાં કરતી નથી. બીજું કારણ એ છે કે આજે બેંકિંગ સિસ્ટમ એટલી આસાન બની ગઇ છે કે માત્ર મોબાઇલ ફોન દ્વારા લાખો કરોડોની લેવડદેવડ થઇ શકે છે. આમાંના ઘણાં ખરાં પૈસા હવાલા મારફતે આતંકવાદી સંગઠનો સુધી પહોંચી જતાં હોય છે.

ટેરર ફંડિંગની ખબર એટલા માટે પણ નથી પડતી કે આવા કામ કરતા લોકો કાગળ પર નકલી કંપનીઓ ખોલે છે અને એવું દર્શાવે છે કે તેઓ ફલાણું કામ કરે છે, ફલાણો વેપાર કરે છે. આવી કંપનીઓ કાગળ પર લીગલ કામ કરતી દર્શાવાય છે અને તેમનું તમામ કામકાજ કોર્પોરેટ સિસ્ટમની જેમ જ ચાલતું હોય છે. પરંતુ અંદરથી તેઓ આતંકવાદીઓ સુધી નાણા પહોંચાડતા હોય છે. આ રીતે બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કામ પણ ચાલતું હોય છે.

હવે જો આ પ્રકારના ટેરર ફંડિંગમાં કોઇ દેશ જ સામેલ હોય તો પછી તેને રોકવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. આનું સૌથી સારુ ઉદાહરણ છે પાકિસ્તાનની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની સાંઠગાંઠ.

પાકિસ્તાન

આતંકવાદીઓને સહાય કરવામાં પાકિસ્તાન સૌથી આગળ

ટેરર ફંડિંગ કરતા દેશોમાં મુસ્લિમ દેશોનું આગળ પડતું નામ હોવાનું તો વખતોવખત બહાર આવ્યું છે. આ દેશનો મકસદ છે દુનિયાભરમાં ઇસ્લામનો ફેલાવો કરવો. આવા દેશો જેહાદના નામે મોટું ભંડોળ પૂરું પાડતાં હોય છે પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ છે પછાત કહી શકાય ઇસ્લામી દેશોમાં પોતાની મરજીની સરકાર સ્થાપવી. હવે આવા દેશોમાં આતંકવાદ વધે તો તેમને જ ફાયદો થાય. બીજી બાજું બિનઇસ્લામિક દેશો પણ ટેરર ફંડિંગમાં જોડાયેલા હોય છે એનું કારણ ઘણાં લોકોને સમજાતું નથી. પરંતુ આવા દેશો ઇસ્લામી સરકારને પાડવા માટે ફંડ પૂરું પાડતા હોય છે. નવાઇની વાત એ છે કે આ કામ કરતા આતંકવાદીઓને ગુડ ટેરરિસ્ટ ગણવામાં આવે છે.

અગાઉ આ જ રીતે લીબીયામાં કર્નલ ગદ્દાફીની સરકારને પાડવામાં આવી હતી. ઇરાક અને સીરિયામાં કાળો કેર વર્તાવનાર ઇસ્લામિક સ્ટેટને પણ શરૂઆતના દિવસોમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે આર્થિક મદદ કરી હતી. કતાર જેવા દેશ ઉપર તો આતંકવાદીઓને મદદ કરવા બદલ ઇસ્લામી દેશોએ મળીને પ્રતિબંધ લગાવ્યાં છે. એટલા માટે એવાં ઘણાં દેશો છે જે એક તરફ આતંકવાદને નાબૂદ કરવાની વાત કરે છે પરંતુ બીજી બાજું ગુડ ટેરરિઝમના ઓઠાં હેઠળ આતંકવાદી સંગઠનોને મદદ પણ કરે છે. એટલા માટે ટેરર ફંડિંગને રોકવું મુશ્કેલ છે કારણ કે તેમાં આવા દેશોના વ્યક્તિગત હિતો સામેલ હોય છે.

ટેરર ફંડિંગ પર લગામ કસવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને છેલ્લા ત્રણ વર્ષથી એફઆઇટીએફના ગ્રે લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું છે.

અગાઉ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી પણ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહી ચૂક્યું છે. હાસ્યાસ્પદ બાબત તો એ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદી સંગઠનો પર લગામ કસવામાં નિષ્ફળ જાય છે એ માટે ભારતને જવાબદાર ઠરાવે છે. ખરેખર તો પાકિસ્તાનના બ્લેક લિસ્ટ થવાની જરૂર છે પરંતુ તેનું જાનીદોસ્ત ચીન હંમેશા તેને બચાવી લે છે.

પાક સરકારના રહેમથી જ આતંકવાદીઓ બેફામ

એ તો દીવા જેવી સ્પષ્ટ બાબત છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે.

આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે.

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ચીન પાકિસ્તાનના આ ઢોંગનું સાથી છે.

એ તો જગજાહેર વાત છે કે પાકિસ્તાની સરકાર અને સેના આતંકવાદીઓને શરણ આપે છે પરંતુ ટેરર ફંડિંગ કરતા દેશોની યાદીમાં નામ ન આવી જાય એ માટે આતંકવાદ વિરુદ્ધ કામગીરી કરતું હોવાનો ડોળ પણ આચરે છે. પાકિસ્તાન આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત શરણસ્થાન છે. નજીકના ભવિષ્યમાં તો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. ઉલટું તેણે બ્લેક લિસ્ટ થતાં બચવા માટે સતત પ્રયાસ કરતા રહેવું પડશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!