ભારત સામે હવે ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપી રહેલું તુર્કી પાકિસ્તાન બાદ ભારત વિરોધી ગતિવિધિઓનું સૌથી મોટુ કેન્દ્ર બની રહ્યું છે. એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે તુર્કી એ તમામ સંગઠનોને ફંડ આપી રહ્યું છે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓ સાથે અને મુસ્લિમોના બ્રેન વોશ સાથે સંકળાયેલા છે. અંગ્રેજી અખબારના આ અહેવાલ પ્રમાણે કેરાલા અને કાશ્મીર સહિતના તમામ કટ્ટરવાદી સંગઠનોને તુર્કી દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે.
તુર્કી ધકેલાઈ રહ્યુ છે ધાર્મિક કટ્ટરતા તરફ
એક સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનનું સ્વપ્ન પોતાને મુસ્લિમ દેશોના નેતા તરીકે સ્થાપિત કરવાનું છે અને તેના માટે તેઓ તુર્કીને પણ ધાર્મિક કટ્ટરતા તરફ લઈ જઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં જ તુર્કીના ઐતહાસિક ચર્ચને મસ્જિદમાં ફેરવી નાંખ્યુ છે.

ભારતના કટ્ટરવાદીઓને પણ પોતાના ખર્ચે બોલાવી રહ્યા છે
આ જ એજન્ડા માટે એર્દોઆન ભારતીય મુસ્લિમો પર તુર્કીનો પ્રભાવ વધારવા માંગે છે. તુર્કીની સરકાર કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની જેવાને તો કેટલાય વર્ષોથી ફંડિંગ આપે છે અને હવે તુર્કીએ પોતાના ફંડિંગનો વ્યાપ વધારવા માંડતા ભારતની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ભારતના કેટલાક કટ્ટરવાદીઓને તુર્કી પોતાના ખર્ચે બોલાવી રહ્યું છે. કેરાલામાં કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપનારાઓને પણ પૈસા આપવામાં આવી રહ્યા છે.
READ ALSO
- મૉની રૉય વહેલી તકે લગ્ન કરે તેવી ચર્ચા, આ વ્યક્તિને મળવા વારંવાર દુબઈ જાય છે એક્ટ્રેસ
- શું તમે facebook Locked Profile કરનારનો ફોટો નથી જોઇ શકતા, તો હવે અપનાવો આ Trick
- પાપલીલા/ બાથરૂમમાં ન્હાતી વેળાએ યુવતીઓ ખાસ રાખે સાવધાની, મોબાઈલમાં વીડિયો ઉતારી સંબંધીએ મહિલાને વારંવાર પીંખી
- માજી ભાજપ સાંસદના પુત્રવધૂએ ફલેટમાં માંડયો’તો જુગારનો અડ્ડો! પોલીસના દરોડોમાં મોટાઘરોની મહિલાઓ જુગાર રમતી પકડાઈ
- ફફડાટ/ આખરે જેનો ડર હતો એ સાચો સાબિત થયો : કેશોદની 11 છાત્રાઓ મળી કોરોના પોઝિટીવ, 3 છાત્રાઓ રહે છે હોસ્ટેલમાં