GSTV
News Trending World

પાકિસ્તાન બાદ આ દેશ બની રહ્યો છે ભારત-વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર, આતંકીઓને પૂરૂ પાડે છે ફંડ

પાકિસ્તાન

કલમ 37૦નાં મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપી રહેલું તુર્કી હવે ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે અને મુસ્લિમોને કટ્ટરપંથી બનાવવા માટે નાણાં પૂરાં પાડે છે છે. એટલું જ નહીં, તુર્કી હવે પાકિસ્તાન પછી ‘ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ નાં બીજા સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. એક જાણીતા અંગ્રેજી અખબારનાં રિપોર્ટ મુજબ, કેરળ અને કાશ્મીર સહિત દેશના તમામ ભાગોમાં હાર્ડકોર ઇસ્લામિક સંગઠનોને તુર્કી તરફથી ફંડ મળી રહ્યું છે.

રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તુર્કી ભારતના મુસ્લિમોમાં કટ્ટરપંથી બનાવવા અને ઉગ્રવાદીઓને ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમનો પ્રયાસ દક્ષિણ એશિયાના મુસ્લિમો પર પોતાનો પ્રભાવ વધારવાનો છે. તુર્કીને ફરી ધાર્મિક કટ્ટરતા તરફ લઈ જઈ રહેલા રાષ્ટ્રપતિ એર્દોઆનનું પોતાને મુસ્લિમ દેશોના નેતા તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન છે.

ઝાકિર નાઈકને કતાર દ્વારા પૈસા મોકલવામાં આવ્યા હતા

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે મળીને તુર્કીએ પણ કતારના માધ્યમથી ઝાકિર નાઈકને ફંડ પૂરું પાડ્યું છે. વિવાદિત ઇસ્લામી ઉપદેશક નાઇક પર મુસ્લિમોને કટ્ટર બનાવવા અને આતંકનો માર્ગ પસંદ કરવા પ્રેરવાનો આરોપ છે. ભારત તેની શોધમાં છે અને હાલમાં તે મલેશિયામાં રહે છે.

સૈયદ અલી શાહ ગિલાની જેવા કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓને આર્થિક મદદ

ભારતીય અધિકારીઓનું માનવું છે કે એર્દોઆન તેના રાજકીય એજન્ડા હેઠળ દક્ષિણ એશિયાના મુસ્લિમો ખાસ કરીને ભારતીય મુસ્લિમો પર તુર્કીના પ્રભાવને વધારવા માંગે છે. અધિકારીઓનું કહેવું છે કે તુર્કી સરકાર ઘણાં વર્ષોથી સૈયદ અલી શાહ ગિલાની જેવા કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓને પૈસા આપી રહી છે. જો કે, તાજેતરના સમયમાં તેણે કાશ્મીર સિવાય દેશનાં તમામ ભાગોમાં ઉગ્રવાદી સંગઠનોને નાણાં આપ્યા છે, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે.

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV