GSTV

ખુફિયા એજન્સીઓને LOC પર પાકિસ્તાની ઘુસણખોરીની નવી ચાલની થઈ જાણ, JeM અને હિઝબુલનાં આતંકી ખોદી રહ્યા છે સુરંગ

Last Updated on October 19, 2020 by Mansi Patel

દેશની સુરક્ષા અંગે ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનની તરફથી જૈશ અને હિઝબુલનાં આતંકવાદી પાકિસ્તાની રેન્જર્સની દેખરેખ હેઠળ પાકિસ્તાન દ્વારા આ ટનલના ખોદકામનો ખુલાસો થયો છે. ટનલની ઉંચાઇ 5 ફુટ અને પહોળાઈ 3 થી 4 ફૂટ છે. આતંકવાદીઓ ઉપરાંત પાક રેન્જર ટનલની પણ સુરક્ષા કરી રહી છે. પાક રેઝર સાથે આતંકવાદીઓનું એક જૂથ આજુબાજુ નજર રાખે છે.

આ ગુપ્તચર અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ પાકિસ્તાની રેન્જર્સની દેખરેખ હેઠળ એલઓસી પર ટનલ ખોદી રહ્યા છે. આ ટનલને ભારતીય સીમા તરફ ખોદવામાં આવી રહી છે અને અવાજ ન આવે તે માટે આ ટનલને લોખંડના પાઈપો અને ફાઈબર ટીનથી ખોદવામાં આવી રહી છે.

ભારતમાં ટનલ નીકળવાનું સ્થાન સ્પષ્ટ નથી

આ સુરંગ હાલમાં ભારતીય સીમામાં કંઈ તરફ આવશે તેનો સાચો અંદાજો નથી. ખુફિયા રિપોર્ટ મુજબ આ અંદાજો એટલા માટે નથી લાગી રહ્યો કારણકે, સુરંગ નીકળવાનાં સ્થાન પર બહુમુખી બનાવવા જવાની સાજીશ છે. સુરંગની ઉંચાઈ પાંચ ફુટ અને પહોળાઈ ચાર ફુટ છે. ભારતીય સીમા તરફ તેનો મોઢું અઢી ફૂટ રાખવામાં આવશે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરના સામ્બા સેક્ટરમાં એક ટનલ મળી હતી. આ ટનલ દ્વારા ઘૂસણખોરી અને હથિયારોની દાણચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાને હિઝબુલ અને જૈશ જેવા આતંકવાદી સંગઠનોને નવી ટનલ ખોદવાનું કામ સોંપ્યું છે. આ પહેલા પાકિસ્તાને વર્ષ 2017માં ભારતીય સરહદમાં ટનલ ખોદી હતી.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!