તુનિષા શર્માના આત્મહત્યા કેસની તપાસમાં વધુ એક વળાંક આવ્યો છે. શીઝાન ખાનની જામીન અરજીની સુનાવણી દરમિયાન તેના વકીલે આરોપ લગાવ્યો હતો કે બંનેના બ્રેકઅપ પછી તુનિષા ડેટિંગ એપના માધ્યમથી અલી નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી અને અંતિમ ભગલું ભર્યાના 15 મિનિટ પહેલા તેણે અલી સાથે વીડિયો ચેટ પણ કરી હતી. જોકે તુનિષાના કાકા પવન શર્માએ હવે ખુલાસો કર્યો છે કે અલી તુનિષાનો જીમ ટ્રેનર હતો અને તેઓ માત્ર સારા મિત્રો હતા.

અલી તુનિષાનો ફિટનેસ ટ્રેનર હતો
અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં અભિનય કરનાર ટેલિવિઝન અભિનેત્રી તુનિષા શર્માએ 24મી ડિસેમ્બરે ટીવી સિરિયલના સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ સહ-અભિનેતા શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી.

તુનિષાના કાકા પવન શર્માએ શીઝાનના વકીલના દાવાઓ પર પ્રતિક્રિયા આપી જણાવ્યું કે કેવી રીતે તુનિષાનો પરિવાર અલીને ઘણા વર્ષોથી ઓળખે છે. પવને શર્માએ કહ્યું હતું કે અલી તુનિષાનો ફિટનેસ ટ્રેનર હતો અને તેણે પોસ્ટ કર્યું હતું કે તે પરિવારમાંથી કોઈના સંપર્કમાં નથી.
Also Read
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર