GSTV
Entertainment Television Trending

તુનિષા શર્મા કેસ/ શીજાન ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

ટીવી સીરિયલ ‘અલી બાબા દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બરે ટીવી સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની માતાએ કો-સ્ટાર શીજાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જે બાદ તુનિષા શર્માના કો-સ્ટાર શીજાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલામાં આજે વસઈ કોર્ટમાં સુનાવણી હતી, ત્યારબાદ શીજાન ખાનને જામીન ન મળતાં તેને વસઈ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

28મી ડિસેમ્બરે તેના રિમાન્ડમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શીજાન ખુલ્લેઆમ કંઈપણ કહેતો ન હતો, તેથી તેના રિમાન્ડ વધુ એક દિવસ લંબાવવામાં આવ્યા હતા. તુનિષાની માતાએ કહ્યું કે શીજાન ઈચ્છતો હતો કે, તેની પુત્રી ઈસ્લામ કબૂલ કરે. તેનું અન્ય યુવતી સાથે અફેર હતું જેના કારણે તુનિષા પરેશાન હતી. તેણે એમ પણ કહ્યું કે જ્યારે તુનિષાએ પોતાને ફાંસી આપી ત્યારે શીજાને જ તેને નીચે ઉતારી હતી. અને 15 મિનિટ સુધી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ન હતી. તે હત્યા હોઈ શકે છે.

શીજાનની બહેને જવાબ આપ્યો

શીજાન ખાનની બહેન અભિનેત્રી ફલક નાઝે કહ્યું કે તેનો પરિવાર ટૂંક સમયમાં તુનિષાની માતાના આરોપોનો જવાબ આપશે. ફલાકે કહ્યું, “હું પ્રેસ કોન્ફરન્સ કરીને તુનિષાની માતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોનો જવાબ આપીશ. હમણાં માટે, અમને અમારા ભાઈની જરૂર છે જે પોલીસ કસ્ટડીમાં છે.”

30 ડિસેમ્બરના રોજ, વાલીવ પોલીસે જણાવ્યું હતું કે તુનિષાના મૃત્યુના થોડા સમય પહેલા, અલી બાબાના અભિનેતા શીજાન ખાન અને તુનિષા વચ્ચે કોઈ મુદ્દા પર દલીલ થઈ હતી. પોલીસનું કહેવું છે કે તે દિવસના સેટના સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા છે, હાલમાં બંને વચ્ચેની દલીલનું કારણ સ્પષ્ટ થયું નથી.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV